શહેરી વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

“સ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની શરૂઆતઃ ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ

Posted On: 19 SEP 2024 4:55PM by PIB Ahmedabad

ભારત સરકારશ્રી દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે દિવસનેસ્વચ્છ ભારત દિવસતરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા.17 સપ્ટેમ્બર, 2024 થી તા. 31 ઓક્ટોબર, 2024 સુધીસ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.

થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ 40535 થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ 16000000 કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં 88 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી 79 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે.

  • રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 1941 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
  • રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ 1752 મુખ્ય રસ્તાઓ, 607 માર્કેટ વિસ્તાર, 3399 કોમર્શીયલ વિસ્તાર, ૫૬૯૫ રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
  • રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 1033 બ્લેક સ્પોટની  સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
  • રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 315 રેડ સ્પોટ(પાનની પિચકારી) 237 યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
  • વધુમાં, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ 1364 કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
  • રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ 85થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.

AP/GP/JD 


(Release ID: 2056690) Visitor Counter : 141