નાણા મંત્રાલય
રાજકોટ શહેરમાં આજે મુરલીધર સ્કૂલ ખાતે કેન્દ્ર સરકારની NPS વાત્સલ્ય યોજના વિષે કાર્યક્રમ યોજાયો
Posted On:
18 SEP 2024 7:43PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારની NPS વાત્સલ્ય યોજના વિષે બાળકો તેમજ તેમના માતાપિતા જાગૃત થાય તે હેતુથી રાજકોટ શહેરમાં આજે મુરલીધર સ્કૂલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણ દ્વારા દેશની જનતાને આ યોજના વિશે માહિતગાર કરી બાળકોના ઉજ્વવળ ભવિષ્ય માટે 18 વર્ષથી નાની વયના દરેક વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. એનપીએસ વાત્સલ્ય યોજનાની લોન્ચિંગ પ્રસંગે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા લાઈવ સ્ટ્રીમિંગથી બાળકોને સીધી જાણકારી આપવામાં આવેલ હતી.
વિદ્યાર્થીઓ માટે આ એક પેંશન યોજના છે જેમાં દર વર્ષે રૂપિયા 1000થી 1,50,000 લાખ સુધી ભરી શકાશે. 18 વર્ષ બાદ વિદ્યાર્થીઓને નિયમાનુસાર પેંશન રૂપે તમામ લાભો મળવાના શરૂ થશે. રાજકોટમાં આજે 100 જેટલા વિદ્યાર્થીઓએ NPS વાત્સલ્ય યોજનાનો લાભ લીધો હતો. SBI બેન્કના અધિકારીઓએ આ યોજના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરી માર્ગદર્શન આપ્યું હતું. કુલ મળીને 100 વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં માહિતી પ્રાપ્ત કરી અને આજીવન પેન્શન માટે જાગૃત કરવામાં આવ્યા.
આ કેમ્પને સફળ બનાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચીફ મેનેજર શ્રી અમિતકુમાર સક્સેના તેમજ લીડ બેંક મેનેજર શ્રી બિસ્વાલ સાહેબ નાબાર્ડના ડીડીએમ શ્રી ધર્મેન્દ્ર ચૌહાણ સાહેબનો તેમજ આચાર્ય શ્રી દર્શિતભાઈ જાનીનો આભાર વ્યક્ત કરે છે.
AP/GP/JD
(Release ID: 2056306)
Visitor Counter : 48