નાણા મંત્રાલય
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે વર્ચ્યુઅલી NPS-વાત્સલ્ય યોજનાનું લોકાર્પણ કર્યું
બેંક ઓફ બરોડા ખાતે NPS વાત્સલ્ય યોજનાનો શુભારંભ
બાળકો નાનપણથી જ પૈસાની બચત કરતાં શીખે અને નાનપણથી જ તેઓ પૈસાનું મહત્વ સમજે
વડોદરામાં 50 નવા ખાતા ખોલવામાં આવ્યા જે પૈકી 10 ખાતાધારકોને સર્ટિફેંકેટ આપવામાં આવ્યા
Posted On:
18 SEP 2024 7:34PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા દેશભરમાં NPS વાત્સલ્ય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું .જેનું જીવંત પ્રસારણ નિહાળવા 73 સ્થળોએ કરવામાં આવ્યું. નાબર્ડના સહયોગથી આ યોજનામાં લીડ બેન્ક તરીકે બેન્ક ઓફ બરોડા જોડાઈ છે.ત્યારે વડોદરાની અલકાપુરી વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાના સભા ગૃહમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને તેમના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બેન્ક ઓફબરોડાના બરોડા ઝોનના જનરલ મેનેજર શ્રી અનુજ ભાર્ગવ, ડી.જી.એમ. ગીરીશ માનસાણી, બરોડા સિટી રીજનલ મેનેજર અનિલ શ્રીવાસ્તવ, નાબાર્ડ ડીડીએમ ઋત્વિક વાલિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉઓસ્થિત મહાનુભાવો સહિત બળજો અને વાલીઓએ વિજ્ઞાન ભવનથી પ્રસારિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

રાષ્ટ્રીય પેંશન યોજના વાત્સલ્ય યોજના 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે છે, જેમાં નામાંકનની સાથે બાળકોને તેમના માતા-પિતાની હાજરીમાં PRAN પણ આપવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય આપણા દેશના નાગરિકોને સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરવાનો છે. વાત્સલ્ય યોજના હેઠળ, માતાપિતા અને વાલીઓ તેમના બાળકો માટે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં ખાતું ખોલી શકે છે અને તેમના બાળકો 18 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી દર મહિને અથવા વર્ષે એક નિશ્ચિત રકમનું યોગદાન આપી શકે છે. જ્યારે બાળક 18 વર્ષ પૂર્ણ કરે છે, ત્યારે વાત્સલ્ય યોજનાને નિયમિત રાષ્ટ્રીય પેંશન યોજનાના ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે.જેનું સંચાલન બાળક સ્વતંત્ર રીતે કરી શકે છે.આ યોજનાનો ઉદ્દેશ્ય આપણા દેશના નાગરિકોને, ખાસ કરીને આપણા દેશના યુવાનોને સુરક્ષિત અને સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરવાનો છે. આ યોજના આપણા દેશના નાગરિકોને તેમના બાળકો માટે સુરક્ષિત અને સુરક્ષિત ભવિષ્યની યોજના બનાવવામાં મદદ કરશે, જેથી તેઓ તેમના જીવનમાં આગળ વધી શકે અને તેમના સપના પૂરા કરી શકે.
આ યોજનાના લોકાર્પણ પ્રસંગે 50 જેટલા બાળકોને આ યોજના હેઠળ ખાતા ખોલી આપવામાં આવ્યા અને 10 બાળકોના વલીઓને PRAN નમ્બર જનરેટ કરીને તેના સર્ટિફિકેટ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા.
AP/GP/JD
(Release ID: 2056288)
Visitor Counter : 64