માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન


વિકસિત ભારત @2047 વિષય અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતા મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ દ્વારા કરવામાં આવશે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા આયોજિત વિકસિત ભારત @2047 વિષય અંતર્ગત અંબાજીના મેળામાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાશે

Posted On: 14 SEP 2024 1:25PM by PIB Ahmedabad

ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાન  પર દેશના જન - જનના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સરકારશ્રી ની લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ અભિયાનોની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતા આ મલ્ટીમીડિયા પ્રદર્શનને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા ખુલ્લુ મુકવામાં આવશે.

વિકસિત ભારત @2047 અંતર્ગત આયોજિત આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં એક સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

વધુમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના ક્ષેત્રિય પ્રચાર અધિકારી જે. ડી ચૌધરી આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે 18 તારીખ સુધી અંબાજી ખાતે ચાલનાર આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, યોગ ઉત્સવ, ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા તેમજ ભારત સાકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો , મલ્ટિમિડીયા પ્રવૃતિઓનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવશે. અંબાજી મેળામાં આયોજિત આ મલ્ટિમિડીયા પ્રદર્શનના પૂર્વ પ્રચાર કાર્યક્રમોમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા દાંતા તાલુકાની વિવિધ મોડેલ સ્કૂલ, જગતાપૂરા; અબ્દુલ કલામ આઝાદ હાઇસ્કુલ, રતનપુર; સર મદનસિહજી વિદ્યાલય, ગંગવા જેવી સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધા, યોગાસન સ્પર્ધા સાથે અન્ય પ્રવૃતિઓનું આયોજન હાથ ધરાયું છે. મેળા દરમિયાન આગામી દિવસોમાં પણ સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ પ્રવુતિઓ આયોજન કરવામાં આવશે, તેમજ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે.

આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને નિ:શુલ્ક પ્રવેશ રહેશે. જેનો વધુને વધુ લોકો લાભ મેળવે તે માટે મેળાના મુલાકાતથીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવે છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2054891) Visitor Counter : 75