સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી જીતન રામ માંઝીએ KVI ક્ષેત્રની કામગીરી અને ખાદી મહોત્સવ, 2024ની તૈયારીઓની સમીક્ષા કરી

Posted On: 31 AUG 2024 10:31AM by PIB Ahmedabad

કેન્દ્રીય MSME મંત્રી શ્રી જીતનરામ માંઝી અને MSME રાજ્ય મંત્રી, સુશ્રી શોભા કરંદલાજેએ KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારની સાથે કેવીઆઈ ક્ષેત્રના પ્રદર્શન અને દેશમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે ખાદી અને  ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વાર ઓક્ટબર, 2024 દરમિયાન આયોજિત થનારી સમીક્ષા બેઠક કરી, જેમાં MSME સચિવ, MSME સંયુક્ત સચિવ (એઆઈઆઈ), MSME, કેવીઆઈસીના સીઈઓ અને MSME મંત્રાલય અને કેવીઆઈસીના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

કેન્દ્રીય મંત્રીએ યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રીત દ્રષ્ટિકોણના માધ્યમથી પ્રયાસોને વધુ ઊંડો અને વિસ્તૃત બનાવવા તથા ખાદીના વ્યાપક પ્રચાર અને પ્રસારની જરૂરિયાત પર ભાર આપ્યો, કે જેથી લોકોને ખાદીના કપડા પહેરવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર નિર્માણમાં યોગદાન આપી શકાય.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2050368) Visitor Counter : 38


Read this release in: English