નીતિ આયોગ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે નીતિ આયોગના "સંપૂર્ણતા અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્ર્મ
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા રહ્યા ઉપસ્થિત
સાયલા ખાતે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામમાં જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પી.કે. પરમાર સહિત જિલ્લાના ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત
સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી
Posted On:
16 AUG 2024 6:45PM by PIB Ahmedabad
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા "આકાંક્ષી તાલુકા કાર્યક્રમ" શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યનાં 10 જિલ્લાનાં 13 તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતગર્ત "સંપૂર્ણતા અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે જે અન્વયે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ઉલ્લેખનીય છે કે, છેવાડાના માનવી સુધી વિકાસનાં ફળો પહોંચતા કરવા સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે વિકાસ સાધવામાં પાછળ રહી ગયા હોય તેવાં જિલ્લા, તાલુકા, ગામ, વિસ્તારોને વિકાસની અગ્રીમ હરોળમાં લાવવા માટે સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભારત સરકારના 'નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (NITI)' નીતિ આયોગ દ્વારા દેશભરમાંથી 112 આકાંક્ષી જિલ્લાઓ (Aspirational District Programme -ADP) અને 500 જેટલા આકાંક્ષી તાલુકાઓ (Aspirational Block Programme -ABP) જાહેર કરવામાં આવ્યા છે. આજે યોજાયેલ કાર્યક્રમમાં સ્વ સહાય જૂથના બહેનોને ચેક આપવામાં આવ્યા હતા સાથે સગર્ભા મહિલાઓને પોષણયુક્ત કીટ આપવામાં આવી હતી સોઈલ હેલ્થનું વિતરણ કાર્ડનું કરવામાં આવ્યું હતું.
AP/GP/JD
(Release ID: 2046041)
Visitor Counter : 90