માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારતે વિભાજન સમયે વેઠેલી યાતનાઓને યાદ કરાવતું ચિત્ર પ્રદર્શનનું સમાપન
કેન્દ્રીય સંચાર બ્યુરોએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર પ્રદર્શનનું આયોજન કર્યું હતું
प्रविष्टि तिथि:
15 AUG 2024 5:47PM by PIB Ahmedabad
ભારત અને પાકિસ્તાન વિભાજન સમયે લોકોને વેઠવી પડેલી યાતનાઓને નવી પેઢી સુધી પહોંચાડવા અને આઝાદીની કિંમત સમજાવતા ચિત્ર પ્રદર્શનનું આયોજન કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારતનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી હાલાકી અને યાતનાઓને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા સુરતમાં "સમૃધ્ધિ" ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, નાનપુરામાં યોજવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન તા. 13 ઓગસ્ટના સવારે 11 વાગે ચેમ્બરનાં પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા દ્વારા કરવામાં આવ્યુ હતું.

આ પ્રદર્શનમાં દેશનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી પીડા, તેમને કરેલા સંઘર્ષને વિવિધ ફોટોગ્રાફ્સ, તે સમયનાં અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારો અને વિવિધ દસ્તાવેજોને રજૂ કરવામાં આવ્યા હતા. જેને જોવા માટે મોટી સંખ્યામાં નાગરિકો તેમજ આસપાસની શાળાનાં બાળકો તિરંગા રેલી સાથે આવ્યા હતા.

પ્રદર્શન દરમિયાન લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ હર ઘર તિરંગા સેલ્ફી બુથમાં તસવીર લઈ આનંદિત થયા હતા.
આજે પ્રદર્શનનાં સમાપન પ્રસંગે ધ રીવોલ્યુશન ગૃપનાં યુવાઓને નશા મુક્ત ભારત અભિયાનની શપથ લેવડાવવામાં આવી હતી. સાથે જ યુવાનો સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ વિષય પર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી અને વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશન પટેલ અને અમૃતભાઈ સોનેરીએ જહેમત ઉઠાવી હતી.
AP/GP/JD
(रिलीज़ आईडी: 2045681)
आगंतुक पटल : 130