સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ”ડાક ચોપાલ” પર વિશેષ આવરણ અને વિરુપણ

प्रविष्टि तिथि: 12 AUG 2024 7:46PM by PIB Ahmedabad

ડાક વિભાગ દ્વારા જરૂરી સરકારી અને નાગરિક-કેન્દ્રિત સેવાઓને પ્રત્યેક લોકો સુધી પહોંચાડવા માટે દરેક જિલ્લામાં 'ડાક ચોપાલ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાંડાક ચોપાલપ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવી  સચિવાલય, સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતેડાક ચોપાલપર એક વિશેષ આવરણ અને વિરુપણ જારી કરવામાં આવ્યું. અમદાવાદ મુખ્યાલય પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ અને ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક ડાકઘર શ્રી પિયૂષ રજક પણ અવસરે ઉપસ્થિત રહ્યા.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'ડાક ચોપાલ' અભિયાનની પ્રશંસા કરતા કહ્યું કે ડાક ચોપાલ જનમાનસ અને સરકારી કાર્યોની વચ્ચે મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરશે, જેના પરિણામે અંતર અને પહોંચ જેવા  અવરોધો ઘટશે. માનનીય વડાપ્રધાનજીના નેતૃત્વમાં ડાક વિભાગની ભૂમિકા માં ઘણા સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. આવી સ્થિતિમાં, પહેલનો હેતુ જરૂરી સરકારી અને નાગરિક-કેન્દ્રિત સેવાઓને સમાજના અંતિમ ખૂણા  સુધી પહોંચાડવાનો છે, જેનો ફાયદો ગુજરાતની પ્રજાને અને તમામ લાભાર્થીઓને મળશે. કેન્દ્રીય સેવાઓની સાથે રાજ્ય સ્તરની વિવિધ સામાજિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ એક છત નીચે મળી શકશે.

અમદાવાદ મુખ્યાલય પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે 15 ઑગસ્ટના રોજ દરેક ડાકઘરમાં સ્વતંત્રતા દિવસ પર્વ પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાની સાથે 'ડાક ચોપાલ' દ્વારા સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવશે. ડિજિટલ ઈન્ડિયા, નાણાકીય સમાવેશ અને અંત્યોદયની સંકલ્પનાથી સમાજના દરેક વ્યકિતને જોડવા માટે ગુજરાતના વિવિધ સ્થળોએ ડાક ચોપાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સરકારી સેવાઓ તમારા દ્વાર હેઠળ નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ્સ બેંક સેવાઓ, ડીબીટી, -કોમર્સ અને નિકાસ સેવાઓ સહિત તમામ નાગરિક કેન્દ્રિત સેવાઓ વિશે જાગૃત કરી  લોકોને જોડવામાં આવી રહ્યા છે.

AP/GP/JD


(रिलीज़ आईडी: 2044672) आगंतुक पटल : 131
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English