માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતે વિભાજન સમયે વેઠેલી યાતાનાઓને યાદ કરાવતું ચિત્ર પ્રદર્શન યોજાશે


કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર પ્રદર્શનનું આયોજન

તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન લોકો નિ:શુલ્ક મુલાકાત લઈ શકશે

Posted On: 12 AUG 2024 7:38PM by PIB Ahmedabad

ભારત અને પાકિસ્તાન વિભાજન સમયે લોકોને વેઠવી પડેલી યાતનાઓને નવી પેઢી સુધી પહોંચાડવા અને આઝાદીની કિંમત સમજાવતા ચિત્ર પ્રદર્શનનું આયોજન કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા કરવામાં આવ્યું છે.

ભારતનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી હાલાકી અને યાતનાઓને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા સુરતમાં "સમૃધ્ધિ" ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, નાનપુરામાં યોજવામાં આવશે.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તા. 13 ઓગસ્ટના સવારે 11 વાગે ચેમ્બરનાં પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા દ્વારા કરવામાં આવશે.

આ પ્રદર્શનમાં દેશનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી પીડા, તેમને કરેલા સંઘર્ષને વિવિધ ફોટોગ્રાફ્સ, તે સમયનાં અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારો અને વિવિધ દસ્તાવેજોને અહીં પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન તા.13નાં સવારે 11થી 6 તેમજ તા.14 અને 15 ઓગસ્ટનાં સવારે 10થી સાંજે 6 સુધી નાગરિકો માટે નિ: શુલ્ક ખુલ્લું રહેશે. આ પ્રદર્શન વધુમાં વધુ લોકો પરિવાર સાથે નિહાળે અને આપણા દેશ બાંધવોએ વેઠેલી યાતનાઓની જાણકારી મેળવે તેવી અપીલ ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ કરી છે.

AP/GP/JD


(Release ID: 2044670) Visitor Counter : 84