ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

BIS અમદાવાદ દ્વારા વિજ્ઞાન શિક્ષકો માટે લર્નિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડસ પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

Posted On: 02 AUG 2024 1:25PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે જે ધોરણોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણપત્ર પર દેખરેખ રાખે છે. BIS એ તાજેતરમાં યુવા બ્રાન્ડ એમ્બેસેડરના વાઇબ્રન્ટ જૂથ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સમાવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ બનાવીને ગુણવત્તાની જાગૃકતા વધારવાની ઉમદા પહેલ કરી છે. આ ક્લબ્સ હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણના ક્ષેત્રમાં શીખવાની તકો મળે છે. BIS ટૂંક સમયમાં ભારતમાં 10,000થી વધારે સ્ટાન્ડર્ડ ક્લબના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરી લીધા છે.

BIS વિવિધ હિતધારકો જેમ કે સ્ટાન્ડર્ડ્સ ક્લબ મેન્ટર્સ, જિલ્લા વહીવટીતંત્ર, સંબંધિત અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ માટે સમયાંતરે અનેક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરે છે જેથી કરીને તેમના વધુ અસરકારક અમલીકરણ તરફ વિવિધ સરકારી યોજનાઓમાં ગુણવત્તાની ખાતરી મળે.

ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા 30 અને 31 જુલાઈ 2024ના રોજ દૂધસાગર ડેરી ,મહેસાણા ખાતે સ્ટાન્ડર્ડ ક્લબના વિજ્ઞાન શિક્ષકો માટે લર્નિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડસ પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

તાલીમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને માનક ગીત સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં LSVS પાઠ યોજના પુસ્તિકાઓનું લોન્ચિંગ પણ સામેલ હતું, જે તમામ સ્ટાન્ડર્ડ ક્લબોમાં વિતરિત કરવામાં આવશે.

અમદાવાદ ખાતે BIS પ્રમુખ અને નિદેશક શ્રી સુમિત સેંગરે તમામ સહભાગીઓને આવકાર્યા અને તેમને કાર્યક્રમના ઉદ્દેશ્યો વિશે માહિતી આપી. તેમણે સહભાગીઓને તેમની સંબંધિત શાળાના વિદ્યાર્થીઓમાં લર્નિંગ સાયન્સ વાયા સ્ટાન્ડર્ડસ વિભાવનાનો વધુ પ્રચાર કરવા પણ અપીલ કરી હતી.

આ પ્રસંગના મુખ્ય અતિથિ પાટણ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અશોક એન ચૌધરીએ માનકીકરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે શાળાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબની પ્રવૃત્તિઓના મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું અને LSVS જેવા BISના તાજેતરના પ્રોત્સાહનની પણ પ્રશંસા કરી હતી.

મહેસાણા સ્થિતિ દૂધસાગર ડેરીના (પ્રભાર એમડી) શ્રી ધીરજ કુમાર ચૌધરીએ ડેરી ઉદ્યોગમાં ધોરણોના મહત્વ અને રોજિંદા જીવનમાં તેની ભૂમિકા પર વક્તવ્ય આપ્યું હતું અને છેલ્લા 60 વર્ષથી BIS સાથે લાયસન્સની સફરનું પણ વર્ણન કર્યું હતું.

વૈજ્ઞાનિક ડી એ શ્રી ઈશાન ત્રિવેદીએ BISની વેબસાઈટ પર માનકીકરણ, પ્રમાણપત્ર યોજનાઓ,તાલીમ અને માનકોના પ્રમોશન વિભાગ, પરીક્ષણ અને ઓનલાઈન નિદર્શન સહિત તેના ઉપયોગને આવરી લેતી BIS પ્રવૃત્તિઓની ઝાંખી, પ્રમાણપત્ર યોજનાઓ, ઈ-BIS સુવિધાઓ અને BIS કેર એપ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

વૈજ્ઞાનિક સી એ શ્રી અજય ચંદેલે રોજબરોજના જીવનમાં વિજ્ઞાનના મહત્વ અને ગુણવત્તા અને માનકો સાથેના તેના સંબંધ અને ગુણવત્તા અને માનકોને પ્રોત્સાહન આપવામાં વિજ્ઞાન શિક્ષકોની ભૂમિકા ,સ્ટાન્ડર્ડ્સ પ્રમોશન પ્રવૃત્તિઓ અને સ્ટાન્ડર્ડ્સ ક્લબના એકેડેમિયા-જેનેસિસ સાથે જોડાણ અને તેની પ્રવૃત્તિઓ અને ઓરિએન્ટેશન ફિલ્મ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

વૈજ્ઞાનિક સી એ શ્રી રાહુલ પુષ્કરે માનકો-કન્સેપ્ટ અને ઉપયોગની પદ્ધતિ દ્વારા શીખવા વિજ્ઞાન પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને એલપીજી સિલિન્ડર પ્રોડક્ટ પર લેસન પ્લાનનો વ્યવહાર પણ કર્યો હતો.

ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર અને BISના પ્રશિક્ષિત સંસાધન પર્સનલ શ્રી ઈશાન ઠક્કરે બાયો ગેસ પ્લાન્ટ લેસન પ્લાન પર વ્યાખ્યાન આપ્યું અને રોજિંદા જીવનમાં ઉત્પાદન સંબંધિત વૈજ્ઞાનિક કાયદાઓ અને સિદ્ધાંતોની જૂથ પ્રવૃત્તિનું સંચાલન કર્યું. સહભાગીઓએ આપેલ કાર્ય પર તેમના વિચારો રજૂ કર્યા.

દિવસદ્વિતીય

દૂધસાગર ડેરીના શ્રી લોકેશ કુલશ્રેષ્ઠ, AGM (QA) શ્રી નેહલ ગાંધીએ BIS પ્રશિક્ષિત સંસાધન પર્સનલે લેસન પ્લાન - મિલ્ક પાઉડર પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ, સહભાગીઓએ લેસન પ્લાનને લગતા પરીક્ષણ અને વૈજ્ઞાનિક કાયદાઓ અને સિદ્ધાંતોના નિદર્શન માટે ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ અને લેબોરેટરીની મુલાકાત લીધી.

શ્રી અજય ચંદેલે BIS એ લેસન પ્લાન- પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર પર વક્તવ્ય આપ્યું હતું અને ત્યારબાદ તમામ શિક્ષકોએ લેસન પ્લાન સંબંધિત ક્વિઝમાં ભાગ લીધો હતો.

સંક્ષિપ્ત પ્રશ્ન અને જવાબ સત્ર પછી શ્રી અજય ચંદેલ વૈજ્ઞાનિક સી દ્વારા આભાર માન સાથે સત્રનું સમાપન થયું.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2040600) Visitor Counter : 91