માહિતી અને પ્રસારણ મંત્રાલય

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલા PIBના વાર્તાલાપની સાથે સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા માહિતીપ્રદ પ્રદર્શન અને વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓનું આયોજન થયું


Posted On: 31 JUL 2024 4:34PM by PIB Ahmedabad

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયેલા PIBના 'વાર્તાલાપ' કાર્યક્રમની સાથે સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર, સુરત દ્વારા માહિતીપ્રદ પ્રદર્શનિનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ભારત સરકાર દ્વારા તાજેતરમાં ન્યાય પ્રણાલીમાં કરાયેલા સુધારા, ભારતિય ન્યાય સંહિતાના નવા કાયદાઓ સહિત કેન્દ્ર સરકારના વિવિધ અભિયાનો અને યોજનાઓની માહિતી રજૂ કરતી પ્રદર્શનિને, ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, તથા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોનાં અધિક મહાનિર્દેશક પ્રકાશ મગદુમ દ્વારા રીબીન કાપી ખૂલ્લું કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના દક્ષિણ ગુજરાતના પ્રાદેશિક વડા એવા સંયુક્ત માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર, દૂરદર્શનના નાયબ નિયામક શ્રી ઉત્સવ પરમાર, PIBનાં નાયબ નિયામક સુશ્રી આરોહી પટેલ, કેન્દ્રીય સંચાર બ્યૂરોનાં નાયબ નિયામક ડો.ચિરાગ ભોરણીયા, આકાશવાણીનાં નાયબ નિયામક શ્રી ભરત દેવમણી સહિત ડાંગ જિલ્લાનાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં.અને પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.

આ કાર્યક્રમનાં ભાગરૂપે આગલા દિવસે કન્યા સાક્ષરતા નિવાસી શાળા-સાપુતારા ખાતે 'સ્વચ્છ ભારત અભિયાન' વિષય પર ચિત્રકામ સ્પર્ધા, અને એકલવ્ય મોડેલ રેસીડેન્સીઅલ સ્કૂલમાં "2047માં મારા સપનાનું ભારત" વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિજેતા સ્પર્ધકોને આ 'વાર્તાલાપ' કાર્યક્ર્મ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ એનાયત કરવામાં આવ્યા હતાં. સ્પર્ધાની શરૂઆત પહેલા નાટક મંડળીએ સ્વચ્છતા અંગે મનોરંજન સાથે માહિતી આપી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરતનાં ક્ષેત્રિય પ્રચાર અધિકારી શ્રી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશન પટેલ અને અમૃતભાઈ સોનેરીએ જહેમત ઉઠાવી હતી.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2039661) Visitor Counter : 106