માહિતી અને પ્રસારણ મંત્રાલય
"કારગિલ વિજય દિવસ "આપણા વીર જવાનોની શૌર્યગાથાઓ, સેવા અને બલિદાન દરેક ભારતીય અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતા રહેશે“
કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર દ્વારા કારગિલ યુદ્ધની રજત જયંતી નિમિતે માતૃ શ્રી એસ.એમ.જી રાજગોર હાઇસ્કુલ, રાણપુર, ડીસા ખાતે “ કારગિલ વિજય દિવસ”ની ઉજવણી કરવામાં આવી
Posted On:
26 JUL 2024 5:44PM by PIB Ahmedabad
મા ભારતીની સીમાઓની રક્ષા કરવા તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે કાશ્મીરના પહાડોની ચોટીઓ પર લડાયેલા તેમજ ભારતીય સૈન્યના અતૂટ પરાક્રમની ગાથાનું ગૌરવ ગાન કરતા “કારગિલ યુદ્ધ “ એટલે કે ઓપરેશન વિજયના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતીના અવસર પ્રસંગે સમગ્ર દેશમાં “કારગિલ વિજય દિવસ”ની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમના માધ્યમથી દેશના નાગરીકોના હૃદયમાં કૃતજ્ઞ રાષ્ટ્રભાવનાનો સંચાર કરવા માટે કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા ડીસા ખાતે " ઈન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરિચ પ્રોગ્રામ" અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું.
કેન્દ્રીય સંચાર બ્યુરો,પાલનપુર દ્વ્રારા રાણપુર હાઇસ્કુલ ખાતે આયોજિત બે દિવસીય આ કાર્યક્રમમાં માતૃ શ્રી એસ એમ જી રાજગોર હાઇસ્કુલ, રાણપુરના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિગીતની, વીર જવાનોની શૌર્ય ગાથાઓનું વર્ણન કરતી વકતૃત્વ સ્પર્ધા, એન.સી.સી.ના કેસેટ્સ દ્વારા શૌર્ય ગીત, એન.સી.સી કેસેટ્સ તેમજ એન.એસ.એસ વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય રેલી, કાર્યક્રમમાં પધારેલ વીર સૈનિકોનું પૂજન તેમજ વિવિધ સ્પર્ધાઓનું પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત ભૌરવપુરા પ્રાથમિક શાળામાં દેશભક્તિ ગીત સ્પર્ધા તેમજ ચિત્ર હરિફાઈ નું આઉજન કરવામાં આવ્યું હતું સાથે શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરીવારના કલાકારો દ્વારા કારગિલ યુદ્ધની પરાક્રમ ગાથા વર્ણવતી નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન તેમજ કાર્યક્રમ અધ્યક્ષ, યુનિટ ૩૫, ગુજરાત બટાલિયન એનસીસીના કમાન્ડિંગ ઓફિસર કર્નલ જગજીતસિંહ બસવાનાજી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે કારગિલ યુદ્ધ જે ઓપરેશન વિજયના નામથી જાણીતું છે એ માત્ર બે સીમાઓ વચ્ચે લડાયેલ યુદ્ધ નથી પરંતુ આપણા વીર સૈનિકો મનોબળની કસોટી હતી કારણકે કારગિલ જેવા ઊંચાણ વાળા દુર્ગમ વિસ્તારોમાં દુશ્મન દેશના સૈન્યને સંપૂર્ણ રીતે પીછેહટ કરાવવી એ ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ આપણા વીર બહાદુર સૈનિકોએ કારગિલ યુદ્ધમાં સંપૂર્ણ રીતે વિજય પ્રાપ્ત કરી એમની શૌર્યતાનું પ્રમાણ આપી દીધું છે જે આપણા માટે ખૂબ જ ગૌરવશાળી ઇતિહાસ છે અને કારગિલ વિજય દિવસની રજત જયંતી નિમિતે આપણે હંમેશા વીર જવાનોના ઋણી રહીશું.
આ પ્રસંગે પરીક્ષત્ર વન અધિકારી શ્રી યશ ઉમરાણીએ જણાવ્યું હતું કે કારગિલ વિજય દિવસ ભારતીય વીર સૈનિકોની બહાદુરી અને બલિદાનને સમર્પિત છે આ પ્રસંગે આપણે સૌ એમના સર્વોચ્ચ બલિદાનને યાદ કરતા આપણા જીવનમાં ભારત દેશ પ્રતિ રાષ્ટ્રભાવના જાગૃત કરી સાચા અર્થમાં દેશ સમર્પિત કાર્યોમાં અગ્રેસર થઈએ એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. સાથે જ આ પ્રકૃતિના જતન માટે સંકલ્પબદ્ધ બનીએ.
કારગિલ વિજય દિવસ નિમિત્તે ભારત દેશના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરતા શાળાના આચાર્યશ્રી જયેશભાઈ જોશી એ જણાવ્યું હતું કે આપણે ભારત દેશના એક સાચા નાગરિક તરીકે દેશના સર્વાંગી વિકાસ માટે તેમજ આંતરિક સુરક્ષા માટે કર્તવ્યનિષ્ઠ જીવન જીવવાનું પ્રણ લઈએ રોજિંદા જીવનમાં આ દેશના એક સમર્પિત નાગરિક થવા માટે આપણી રોજિંદી ટેવોમાં સુધારો લાવીએ પોતાનું કામ ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠાથી કરીએ અને આપણા બહાદુર વીર સૈનિકોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.
આ ઉપરાંત કાર્યક્રમ સ્થળ પર પ્રકૃતિ જતનના સંકલ્પ ને સાકાર કરવા “મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વ્રારા કારગિલ વિજય દિવસ ફોટો પ્રદર્શન લગાડવામાં આવ્યું હતું પ્રદર્શન ને કાર્યક્રમ માં ઉપસ્થિત દર્શકો તેમજ મહેમાનો દ્વારા નિહાળવામાં આવ્યું હતું.
CB/GP/JD
(Release ID: 2037625)
Visitor Counter : 87