સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
માત્ર પત્રો અને પાર્સલ જ નહીં, ટપાલ વિભાગ લોકોને ઘરે બેઠા સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડી રહ્યું છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
લોકોને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવા વિવિધ વિસ્તારોમાં 'ડાક ચૌપાલ'નું આયોજન કરવામાં આવશે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત પ્રદેશમાં પોસ્ટલ સેવાઓની સમીક્ષા કરી, લક્ષ્યો હાંસલ કરવા પર ભાર મૂક્યો
Posted On:
11 JUL 2024 3:51PM by PIB Ahmedabad
ટપાલ સેવાઓ અદ્યતન ટેકનોલોજી અપનાવીને સતત નવા પરિમાણો સર્જી રહી છે. બદલાતા વાતાવરણમાં ટપાલ વિભાગ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. પત્રો અને પાર્સલની સાથે ટપાલ વિભાગ સરકારની તમામ લોકકલ્યાણ યોજનાઓ અને તેના લાભો પણ લોકો સુધી પહોંચાડી રહ્યું છે. આ માટે શહેરમાં તેમજ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ડાક ચૌપાલનું આયોજન કરવામાં આવશે.ઉપરોક્ત નિવેદન અમદાવાદ પ્રદેશના નવા પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે શાહીબાગ સ્થિત પ્રાદેશિક કાર્યાલય ખાતે ઉત્તર ગુજરાત ક્ષેત્રના વિભાગીય વડાઓ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં વ્યક્ત કર્યું હતું. ૧૧ જુલાઈ ના રોજ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ સુશ્રી મીતા શાહે અમદાવાદ પ્રદેશ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા સિદ્ધિઓ પાવર પોઈન્ટ દ્વારા રજૂ કરી હતી.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પત્ર અને પાર્સલની સાથે ટપાલ વિભાગમાં સેવિંગ્સ બેંક, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ કેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટર અને ડાક નિર્યાત કેન્દ્ર પણ કાર્યરત છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો આજે મોબાઈલ બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. CELC હેઠળ, તમામ સેવાઓ જેવી કે ઘરે બેઠા બાળકોના આધાર બનાવવા, મોબાઇલ અપડેટ કરવા, ડિજિટલ જીવન પ્રમાણપત્ર, DBT, બિલની ચુકવણી, AEPS દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વગેરે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાકીય વર્ષના બાકીના દિવસોમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો. તે જ સમયે, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, જાહેર ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ સુશ્રી મીતા શાહ, સિનિયર સુપ્રિટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વિકાસ પાલવે, સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ગાંધીનગર શ્રી પિયુષ રજક, સિનિયર સુપ્રિટેન્ડેન્ટ રેલ્વે મેલ સર્વિસ શ્રી ગોવિંદ શર્મા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રીમતી મંજુલા પટેલ, શ્રી સત્યેન્દ્ર સિંહ શેખાવત, શ્રી એમ.એમ.શેખ, સુપ્રિટેન્ડેન્ટ શ્રી એસ આઈ મન્સૂરી, શ્રી એસ કે વર્મા, શ્રી એચ સી પરમાર, શ્રી આર એ ગોસ્વામી, ડેપ્યુટી ચીફ પોસ્ટમાસ્ટર શ્રી રિતુલ ગાંધી, હિસાબી અધિકારી શ્રી પંકજ સ્નેહી, આઈપીપીબી, રિજિયોનલ મેનેજર શ્રી કપિલ મંત્રી સાથે મુખ્યમથક વિસ્તારના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
AP/GP/JD
(Release ID: 2032424)
Visitor Counter : 92