સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કૃષ્ણકુમાર યાદવે અમદાવાદ હેડક્વાર્ટર ઝોનના પોસ્ટમાસ્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો


એક કુશળ પ્રશાસક હોવાની સાથે, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ એક પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર અને લેખક પણ છે

Posted On: 09 JUL 2024 4:43PM by PIB Ahmedabad

અમદાવાદ હેડક્વાર્ટર ઝોનના નવા પોસ્ટ માસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે 9 જુલાઈ, 2024ના રોજ વારાણસીથી ચાર્જ સંભાળ્યો. મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના રહેવાસી, શ્રી યાદવ, ભારતીય ટપાલ સેવાના 2001 બેચના અધિકારી, અગાઉ વારાણસી ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલના પદ પર કામ કરતા હતા. અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ જિલ્લાનો અમદાવાદ મુખ્ય મથક ઝોન હેઠળ સમાવેશ થાય છે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રીમતી સુચિતા જોશીને નવી મુંબઈનો કાર્યભાર સંભાળવા છોડવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે શ્રી કૃષ્ણ કુમાર યાદવ એક પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર, લેખક અને બ્લોગર પણ છે. તેમના 7 પુસ્તકો વિવિધ શૈલીમાં પ્રકાશિત થયા છે. એક કાર્યક્ષમ અને સંવેદનશીલ એડમિનિસ્ટ્રેટર તરીકે પ્રખ્યાત, શ્રી યાદવે તેમનું શિક્ષણ નવોદય વિદ્યાલય અને અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી મેળવ્યું છે. તે પણ એક સુખદ સંયોગ છે કે શ્રી યાદવે વર્ષ 2003માં સુરત વિભાગના સિનિયર પોસ્ટલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે સિવિલ સર્વિસમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ લખનૌ, કાનપુર, આંદામાન-નિકોબાર ટાપુઓ, પ્રયાગરાજ, જોધપુર, લખનૌ, વારાણસી બાદ ગુજરાતમાં ફરી એકવાર પોસ્ટ માસ્ટર જનરલ તરીકે હાજર થયેલ છે.

આ દરમિયાન નવા પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિભાગીય અધિકારીઓ સાથે વિસ્તારમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. ટીમ ભાવના સાથે કામ કરીને, તેમણે સ્ટાફને વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે વધુને વધુ લોકોને જોડતી વખતે ગ્રાહક મૈત્રીપૂર્ણ અભિગમ અપનાવવા જણાવ્યું. વિવિધ યોજનાઓની નિયમિત દેખરેખ અને જાહેર ફરિયાદોના ત્વરિત નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ શિબિરોનું આયોજન કરીને નાણાકીય સમાવેશ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ મીતા શાહ, સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ વિકાસ પાલવે, સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર પીયૂષ રજક, સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ રેલવે મેલ સર્વિસ ગોવિંદ શર્મા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર મંજુલા પટેલ, સત્યેન્દ્ર સિંહ શેખાવત, એમ.એમ.શેખ, ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ રેલવે મેલ સર્વિસ, અલ્પેશ. શાહ, એકાઉન્ટ્સ ઓફિસર પંકજ સ્નેહી, મદદનીશ અધિક્ષક ધવલ બાવીસી, રમેશ પટેલ, જીનેશ પટેલ, રવિન્દ્ર પરમાર, મદદનીશ એકાઉન્ટ્સ ઓફિસર ચેતન કુમાર સેન, પોસ્ટલ ઈન્સ્પેક્ટર ભાવિન પ્રજાપતિ, યોગેશ રાઠોડ, એન.જી.રાઠોડ અને અમદાવાદ હેડક્વાર્ટર ઝોનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ નવા પોસ્ટમાસ્ટર જનરલનું સ્વાગત કર્યું હતું.

AP/GP/JD



(Release ID: 2031778) Visitor Counter : 223