નીતિ આયોગ

સુબિર ખાતે 'સંપૂર્ણતા અભિયાન' નો શુભારંભ

Posted On: 04 JUL 2024 4:31PM by PIB Ahmedabad

સુબીર મામલતદાર કચેરીના સભાખંડ ખાતેથી 'સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ કરાયો હતો.

અભિયાન 'ને સફળ બનાવવા માટે દરેક માપદંડ મુજબ સૂક્ષ્મ આયોજન જરૂરી છે તેમ જણાવતા ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલેદેશના 500 જેટલા આઇડેંટીફાઈ કરાયેલા બ્લોકમાં, ડાંગ જિલ્લાના સુબીર બ્લોકનો સમાવેશ કરાયો છે. ત્યારે નિયત ઈંડિકેટર્સ મુજબની લક્ષસિધ્ધિ માટે, ખુબ જ પરિશ્રમ સાથે તમામ લક્ષની પૂર્તિ થાય તે માટે, સૌના સહિયારા પ્રવાસોની આવશ્યક્તા છે  તેમ જણાવ્યુ હતું.

ગુજરાત સરકાર કક્ષાએ પણ અવારનવાર આ બાબતે સમીક્ષા થતી રહેતી હોય છે, તેમ જણાવતા કલેક્ટરશ્રીએ સ્થાનિક પરિસ્થિતી સાથે તાલમેલ મેળવીને, લક્ષ પૂર્તિ માટે પદાધિકારીઓ, કાર્યકરો, સેવાભાવિ સંસ્થાઓને કટિબધ્ધ બનવાની હાંકલ કરી હતી.

જુદા જુદા છ સેકટરો ઉપર લક્ષ કેન્દ્રિત કરવા માટે પ્રયત્નશીલ વહીવટી તંત્રના પ્રયાસોને શુભકામના પાઢવી, કલેક્ટરશ્રીએ ખૂબ જલદી સુબિર તાલુકો 'એસ્પિરેશનલ' ની વ્યાખ્યામાંથી બહાર આવે તે માટે જિલ્લા પ્રશાસન પ્રતિબધ્ધ છે, તેમ તેમના અધ્યક્ષિય પ્રવચનમાં જણાવ્યુ હતું .

એસ્પિરેશનલ બ્લોકમાં મહિલા સ્વ સહાય જૂથોના નિયત લક્ષની પૂર્તિ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પ્રતિબદ્ધ છે તેમ જણાવતા, નિયામક શ્રી શિવાજી તબિયારે વિવિધ ઈંડિકેટર્સ મુજબની કામગીરી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પ્રયત્નશીલ છે તેમ તેમના પ્રાસંગિક વ્યક્તવ્યમાં જણાવ્યુ હતું

દરમિયાન યોજનાકીય લાભાર્થીઓએ તેમના અભિપ્રાય પણ રજૂ કરી, અન્ય લોકોને લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

યોજનાકીય જાણકારી આપતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિતે ગ્રામજનો માટેની અમલી આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી. શ્રી ગામિતે આરોગ્ય ઉપરાંત પોષણ, ખેતીવાડી, મહિલા સશક્તિકરણની યોજનાઓનો ખ્યાલ આપી, લાભર્થોને પણ જાગૃતિ દાખવી લાભ મેળવવાની અપીલ કરી હતી

ગુજરાતનાં માત્ર બે બ્લોક પૈકી ડાંગ જિલ્લાનો એક સુબિર તાલુકો, નીતિ આયોગના માપદંડ અનુસાર એસ્પિરેશનલ બ્લોક તરીકે પસંદ કરાયો છે ત્યારે, આ તાલુકામાં હાથ ધરાનારા કાર્યક્રમો વિશેની વિગતો રજૂ કરતાં મામલતદાર શ્રી વી.બી.દરજીએ શાબ્દિક સ્વાગત રજૂ કર્યું હતું. અંતે આભારવિધિ પણ તેમણે આટોપી હતી.

સુબીર તાલુકા સેવા સદન ખાતે આયોજિત એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળના 'સંપૂર્ણતા અભિયાન ઉત્સવ' દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કર્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય સાથે શરૂ કરાયેલા આ કાર્યક્રમ દરમિયાન, મહાનુભાવોના હસ્તે તાલુકાની 10 જેટલી સગર્ભા બહેનોને THR નું વિતરણ કરવા સાથે, સખી મંડળની બહેનોને રિવોલ્વિગ ફંડ, ખેડૂતોને 'SHC કાર્ડ' અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આરોગ્ય વિભાગના 'નિરામય કાર્ડ'નું પણ વિતરણ કરાયું હતું. તાલુકા સેવા સદન ખાતે જુદા જુદા સ્ટોલનું નિદર્શન તથા મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. તે પૂર્વે શાળાના બાળકોએ સુબિર ખાતે જનજાગૃતિ રેલી યોજી, લોકચેતના જગાવી હતી.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તરે મુખ્ય સચિવોની 'બીજી રાષ્ટ્રીય પરિષદ' દરમિયાન, પ્રધાનમંત્રીશ્રી દ્વારા તા. 7 જાન્યુઆરી,  2023 ના રોજ મહત્વાકાંક્ષી 'એસ્પિરેશનલ બ્લોક્સ કાર્યક્રમ' શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભારતના સૌથી મુશ્કેલ અને અલ્પ-વિકસિત બ્લોકમાં, નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે, પ્રવર્તમાન યોજનાઓને એકીકૃત કરીને, પરિણામોને વ્યાખ્યાયિત કરી, અને સતત ધોરણે તેનું નિરીક્ષણ કરીને, સુશાસન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એસ્પિરેશનલ બ્લોક કાર્યક્રમનું રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડતર, તાલુકાનું સ્પાર્ધાત્મક રેન્કિંગ અને તાલીમ વગેરેનું સંકલન, નીતિ આયોગ દ્વારા કરવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનો સમાવેશ થયો છે.

આ કાર્યક્રમ અન્વયે સુબિર તાલુકામાં આરોગ્ય અને પોષણને લગતી કામગીરી માટે સરકારશ્રી તરફ થી વર્ષ 2023-24 માટે કુલ રૂ. 1 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં સખી મંડળોને બાળ મુત્યુ દર ઘટાડો, માતા મૃત્યુ દર ઘટાડો, કુપોષણમાં ઘટાડો, એનિમિક કિશોરીઓના પ્રમાણમાં ઘટાડો વગેરેમાં લક્ષિત કામગીરી પૂરી કરવા માટે, લાભાર્થી દીઠ પ્રોત્સાહનની જોગવાઈ કરવામાં આવી છે.

આ રકમની આગામી વર્ષ 2024-25 માટે પણ ફાળવવાની સરકારે જોગવાઈ કરી છે.

ઉપરાંત નીતિ આયોગ દ્વારા તા. 13-06-2024 ની એસ્પિરેશનલ બ્લોક્સના જિલ્લા અધિકારીશ્રીઓ સાથેની વિડીયો મીટિંગમાં જાહેર કરેલ નવીન પહેલ Climate Smart Gram Panchayat Initiative ના પાયલોટ પ્રોજેક્ટ માટે, દેશના કુલ 500 એસ્પિરેશનલ બ્લોકમાંથી, કુલ 10 તાલુકાનો સમાવેશ કરાયો છે. જેમાં ગુજરાતમાંથી પસંદ થયેલ બે બ્લોક્સ પૈકી એક સુબિર બ્લોકનો સમાવેશ થયો છે. જે અંગે પણ આગામી સમયમાં સરકારશ્રી તથા નીતિ આયોગ દ્વારા સુબિર તાલુકામાં કામગીરી હાથ ધરવામાં  આવશે.

Aspirational Blocks Programme અંતર્ગત જુલાઈ-24 થી સપ્ટેમ્બર-24 સધીમાં આરોગ્યના 3, પોષણ 1, ખેતીવાડી 1, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) 1, એમ કુલ 6 ઈન્ડીકેટર્સને saturation level સુધી લાવવા માટે, આજ તા. 4-7-2024ના રોજ 'સંપૂર્ણતા અભિયાન' નો સુબિર ખાતે પ્રારંભ કરવાનું નીતિ આયોગ તરફથી જણાવાયુ હતું.

જેના ભાગરૂપે આગામી 3 માસ સુધી ચાલનારા 'સંપૂર્ણતા અભિયાન' ના શુભારંભ કાર્યક્રમમાં સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવીનાબેન ગાવિત, તાલુકા સદસ્ય શ્રીમતી સુલોચનાબેન માળવી, જિલ્લા આયોજન અધિકારી શ્રીમતી સ્મિતા પટેલ, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સના પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેન્દ્ર હાથીવાલા સહિત નીતિ આયોગ-દિલ્હીનાં પ્રતિનિધિ શ્રી આંચલ સક્સેના અને સુશ્રી સ્વાતિ પ્રધાન, તેમજ રાજ્ય કક્ષાના પ્રતિનિધિ શ્રી દીપકભાઈ પુરોહિત સહિત સુબિર તાલુકાના જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2030730) Visitor Counter : 58