સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગુજરાતના 8 સ્થળો પર જ્યાંથી "કર્કવૃત્ત" પસાર થાય છે, ત્યાં ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા સ્પેશિયલ કેન્સલેશન કરવામાં આવ્યું

Posted On: 21 JUN 2024 8:29PM by PIB Ahmedabad

કર્કવૃત્ત વિષુવવૃત્તની ઉત્તરે 23d 26'22'' (23.4394 અંશ) પર આવેલું છે અને તે સૌથી ઉત્તરીય અક્ષાંશને ચિહ્નિત કરે છે, જેના પર સૂર્ય બપોરે માથા પર સીધો દેખાય છે. ઘટના જૂન મહિનામાં બને છે અને તેને સમર સોલ્સ્ટીસ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ઉત્તર ગોળાર્ધ તેના મહત્તમ વિસ્તાર સુધી સૂર્ય તરફ નમેલો હોય છે. વર્ષે સમર સોલ્સ્ટીસ 21 જૂન 2024 એટલે કે આજે છે, જેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

 

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી આઠ સ્થળોએ કર્કવૃત્ત પર યોગ કરીને કરવામાં આવી હતી. અનોખા પ્રસંગે આઠેય સ્થળો પર સ્પેશિયલ કેન્સલેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. અનોખા સ્થળોએ યોગ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના સમન્વયને ઉજાગર કરતી ઉજવણીની ઝાંખીઓ જોડાયેલી છે.

AP/GP/JD


(Release ID: 2027765) Visitor Counter : 125