સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

21મી જૂન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે "કર્કવૃત રેખા પર યોગ" પર સ્પેશિયલ કેન્સલેસન

Posted On: 20 JUN 2024 4:20PM by PIB Ahmedabad

ગુજરાત પોસ્ટલ સર્કલ 21મી જૂન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં એક વિશેષ પહેલની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. ગુજરાત પોસ્ટલ સર્કલ ગુજરાતમાં 8 (આઠ) સ્થળોએ "Yoga on Tropic of Cancer" (કર્કવૃત રેખા પર યોગ) ગુજરાત રાજ્ય માથી જ્યાં "કર્કવૃત રેખા" પસાર થાય છે ત્યાં એક અનોખું સ્પેશિયલ કેન્સલેશન જારી કરશે,. આ પહેલનો હેતુ યોગને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાયો સાથે આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી કરવાનો છે.

નામાંકિત સ્થળો પર, પોસ્ટ ઓફિસ ના કર્મચારીઓ ધ્વારા સ્થાનિક નાગરિકોના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. આ કાર્યક્રમો સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપવા અને યોગના સ્વાસ્થ્ય લાભોને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવનાર  છે.

સ્પેશિયલ કેન્સલેશનની છાપ નીચે દર્શાવેલ સૂચી મુજબની પોસ્ટ ઓફિસો પર ઉપલબ્ધ હશે જ્યાંથી  21.06.2024ના રોજ કર્કવૃત રેખા પસાર થાય છે. આ સ્પેશિયલ કેન્સલેશનની છાપ માત્ર 21.06.2024ના દિવસે જ નીચે દર્શાવેલ સૂચી મુજબની પોસ્ટ ઓફિસો પર પ્રાપ્ત થયેલી તમામ આવક – જાવક ટપલો પર લગાડવામાં આવશે.

 

ક્રમ સંખ્યા

ડાક મંડળનું નામ

ડાકઘરનું નામ / સ્થાન

પિન કોડ

1

કચ્છ

રુદ્રમાતા ગામ, કુનારીયા શાખા ટપાલ કચેરી હેઠળ

370001

2

પાટણ

ફતેહપુરા ગામ, ધાનેરા શાખા ટપાલ કચેરી હેઠળ

382426

3

મહેસાણા

આંબલિયાસણ પોસ્ટ ઓફિસ

384455

4

મહેસાણા

બેચરાજી પોસ્ટ ઓફિસ

384415

5

સાબરકાંઠા

પ્રાંતિજ પોસ્ટ ઓફિસ

383205

6

સાબરકાંઠા

ઘડી શાખા, તલોદ ટપાલ કચેરી હેઠળ

383215

7

સાબરકાંઠા

વરવાડા શાખા, હરસોલ ટપાલ કચેરી હેઠળ

383305

8

સાબરકાંઠા

સાકરિયા શાખા, મોડાસા ટપાલ કચેરી હેઠળ

383315

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2027057) Visitor Counter : 70


Read this release in: English