ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધામંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તા વિતરણના જીવંત કાર્યક્રમમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા રહ્યા ઉપસ્થિત


કેન્દ્રીય મંત્રીના હસ્તે કૃષિ સખી અને પ્રગતિશીલ ખેડૂતોને સર્ટિફિકેટ વિતરણ

Posted On: 18 JUN 2024 7:30PM by PIB Ahmedabad

પ્રધામંત્રી કિસાન સન્માન નિધિના 17મા હપ્તા વિતરણના જીવંત કાર્યક્રમમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો. આ  કાર્યક્રમમાં નીમુબેન બાંભણિયા કેન્દ્રીય મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા બાબતો મંત્રાલય ભારત સરકાર ખાસ  ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીના હસ્તે કૃષિ સખી અને પ્રગતિશીલ ખેડૂતોને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમજ ગણપત યુનવર્સિટીના ફૂડ પ્રોગ્રામની કોફી બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્રીયમંત્રી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગ રૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે 100% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.

જેમાં 2 હેકટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ વર્ષ ત્રણ સમાન હપ્તામાં 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા અત્યાર સુધી આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 16 હપ્તાનો ડીબીટી દ્વારા લાભ આપવામાં આવેલ છે. આજ રોજ 17મો હપ્તો સમગ્ર ભારતભરમાં રીલીઝ થયો છે.

 અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં કુલ 316645 ખેડૂતોને કુલ: 16 હપ્તા સુધીમાં 826.90 કરોડ રૂપિયા અને 17મા હપ્તામાં કુલ: 230039 ખેડૂતોને કુલ: 49.38 કરોડ એમ કુલ મળીને 17મા હપ્તા સહિત કુલ 876.28 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 6523864 ખેડૂતોને કુલ:17810.13 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. વારાણસીથી જીવંત પ્રસારણને સર્વે મહાનુભાવો તેમજ ખેડૂત મિત્રોએ નિહાળ્યું હતું.

શ્રીમતી નીમુબેન બાંભણિયા કેન્દ્રીય મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા બાબતો મંત્રાલય ભારત સરકાર, સાગરભાઈ રાયકા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બક્ષી પાંચ મોરચો બીજેપી, તૃષાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ, ડો. જૈસમિન હસરત જિલ્લા વિકાસ અધિકારી, હરિભાઈ પટેલ સાંસદ મહેસાણા, ડો.મહેન્દ્ર શર્મા પ્રો.ચાન્સેલર અને ડાયરેકટર જનરલ ગણપત યુનવર્સિટી, સોમભાઈ રાયકા નિયામક કૃષિ વિકાસ કેન્દ્ર ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

AP/GP/JD


(Release ID: 2026287) Visitor Counter : 90