સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

પોસ્ટેડ ઓન: 18 JUN 2024 3:05PM by PIB Ahmedabad

પાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત ક્ષેત્ર, “સ્પીડપોસ્ટ ભવન” શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ની કચેરી ખાતે તારીખ 25.06.2024 (મંગળવાર)ના રોજ 11:00 કલાકે ડાક અદાલત આયોજન કરવામાં આવેલ છે.

મને અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રીમ એમ એ પટેલ, સહાયક નિદેશક ડાક સેવા (એસ. & વિ.) ફરિયાદ વિભાગ, પોસ્ટમાસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત ક્ષેત્ર સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ને તારીખ 18.06.2024 (મંગળવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની ૨હેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ.

AP/GP/JD


(રીલીઝ આઈડી: 2026114) મુલાકાતી સંખ્યા : 87