સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
Posted On:
14 JUN 2024 11:26AM by PIB Ahmedabad
અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 29/06/2024ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જીપીઓની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આવી ફરિયાદો તારીખ 24/06/2024 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જીપીઓ, અમદાવાદ-380001ને મોકલવાની રહેશે.
ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતીવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2025225)
Visitor Counter : 64