સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પોસ્ટ વિભાગના પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન

Posted On: 20 MAY 2024 12:04PM by PIB Ahmedabad

ભારત સરકારના પોસ્ટ વિભાગના આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેન્શન અદાલત 24 જૂન, 2024નાં રોજ સવારે 11.00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. 'એએમ’ ડીવીઝનની કચેરી, શાહિબાગ, અમદાવાદ- 380004 ખાતે મળશે.

આ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય તો તે 17 જૂન, 2024 સુધીમાં શ્રી આર.ટી. પરમાર, આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. 'એએમ' ડીવીઝનની કચેરી, આર.એમ.એસ ઓફીસ, શાહિબાગ, અમદાવાદ - 380004ને મળી જાય તે રીતે મોકલી આપવી.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2021083) Visitor Counter : 51