ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

ભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદ દ્વારા ઔદ્યોગિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 10 MAY 2024 9:30PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણ અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

 BIS યાંત્રિક, કૃષિ, રાસાયણિક, ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ, ખોરાક અને કાપડ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકો ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. ઉચ્ચ-ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, BIS ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે સમાન રીતે વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી છે.

વર્ષોથી, BIS ભારતીય માનકો ને વિકસાવવા અને સુધારવા માટે અથાક મહેનત કરી છે જે ગ્રાહકો અને વ્યવસાયોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BIS સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો સાથે સુસંગત છે.

BIS અમદાવાદ દ્વારા આજે ઔદ્યોગિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, દીપ પ્રગટાવીને અને માનક ગીત દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ BIS અમદાવાદ એ તમામ ઉદ્યોગ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને અમારા રોજિંદા જીવનમાં BIS ના મહત્વ પર ભાર મૂકીને સભાને સંબોધન કર્યું. તેમણે પ્રેક્ષકોને અનુરૂપ મૂલ્યાંકન યોજનાના સંચાલનમાં તેમના સૂચનો અને પડકારોનો સામનો કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.

શ્રી રાહુલ પુષ્કર, વૈજ્ઞાનિક- સી એ માનક ઓન લાઈન પોર્ટલ અને કાર્યો પર અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓમાં તાજેતરના વિકાસ, લાયસન્સની સરળ કામગીરી માટે માર્ગદર્શિકામાં ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રેઝન્ટેશન આપ્યું હતું.

શ્રી અમિત કુમાર, વૈજ્ઞાનિક- ડી એ વિવિધ ઉત્પાદનોના નિષ્ફળતા વિશ્લેષણ પર પ્રેઝન્ટેશન આપ્યું અને ત્યારબાદ માનક મંથન દ્વારા ભારતીય માનક IS 14650:2023 રજૂ કરવામાં આવ્યું જે અનલોય્ડ અને એલોય્ડ સ્ટીલ ઇનગોટ અને સેમી ફિનિશ્ડ ઉત્પાદનો માટે છે જે રિ-રોલિંગ હેતુઓ માટે છે.

શ્રી વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક- સી એ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરના અમલીકરણ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનિક- સી એ BIS અમદાવાદની માનક પ્રમોશન પ્રવૃત્તિઓમાં ઉદ્યોગની ભૂમિકા પર પ્રેઝન્ટેશન આપ્યું

ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન તમામ પ્રેક્ષકોએ તેમના પ્રશ્નોના નિરાકરણમાં સક્રિય ભાગ લીધો હતો. શ્રી અજય ચંદેલ ઉપનિદેશક BIS અમદાવાદએ તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2020307) Visitor Counter : 84