માહિતી અને પ્રસારણ મંત્રાલય

"ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"


"જાગૃત મતદાર, ચોક્કસ કરશે મતદાન"

ડીસા ખાતે ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા યોજાયો મતદાતા જાગૃતિ કાર્યક્રમ

Posted On: 30 APR 2024 3:54PM by PIB Ahmedabad

લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં જનભાગીદારી વધારવા તેમજ વધુમાં વધુ મતદારો પોતાનો કિંમતી મત આપી લોકશાહીને મજબૂત બનાવવા ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રિય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન સંદર્ભે ડીસા ખાતે ખાસ પ્રથમવાર મતદાન કરતા યુવા મતદારોને મત આપવા તેમજ અપાવવા ડી.એન. પી આર્ટસ એન્ડ કોલેજ, ખાતે નાટ્ય પ્રસ્તુતિ, પ્રશ્નમંચ સ્પર્ધા, પત્રિકા વિતરણ, વિડિયો સંદેશ જેવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા વિશેષ જન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા સાથે ડીસાના શહેરી વિસ્તાર જેવા કે ફુવારા સર્કલ,  હવાઈ પિલર,  જલારામ મંદિરના રહીશો, વેપારી વર્ગ તેમજ કામદાર વર્ગના મતદારો માટે શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવારના કલાકારો દ્વારા મનોરંજક નાટ્ય પ્રસ્તુતિ, પ્રશ્નમંચ સ્પર્ધા, મતદાન પ્રતિજ્ઞા, રેલી તેમજ પત્રિકા વિતરણ જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

  

કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મતદાન જાગૃતિ સંદર્ભે પ્રશ્નમંચ સ્પર્ધાની આયોજન દ્વારા મતદાન જાગૃતિ સંદેશ દરેક ઘર સુધી પહોંચે એ માટે ઉપસ્થિત યુવા મતદારોને ચૂંટણી સબંધી પ્રશ્ર્નો પૂછી સાચો જવાબ આપનારને યોગ્ય પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ઉંમરના મતદાતાઓ તેમજ ગામના નાગરિકોને 100% મતદાન કરવા માટે પોતાના સકારાત્મક પ્રતિભાવો વિડિયો સંદેશના માધ્યમથી આપ્યા હતા. કાર્યક્રમ માટે ડી.એન.પી કોલેજના અધ્યાપકો તેમજ ટ્રસ્ટી મંડળ, ડીસા સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ભારત વિકાસ પરિષદની મહાવિજય શાખાના હોદ્દેદારોના ભરપૂર સહયોગ બદલ કાર્યક્રમના આયોજક કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના અધિકારી શ્રી જે. ડી. ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે કાર્યક્રમના મંચ પરથી બનાસકાંઠા જિલ્લા તમામ મતદાતાઓને પોતાના વિસ્તારમાં અચૂકપણે સંપૂર્ણ મતદાન કરવા જાય એવી અપીલ કરી હતી. ડીસા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહેરીજનો સાથે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ આગેવાનો, સમાજસેવી સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

AP/GP



(Release ID: 2019158) Visitor Counter : 100