ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

રમકડાના વેપારી પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Posted On: 28 MAR 2024 4:23PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી ટોય સ્ટેશન, તારાનોમ બી, બેઝમેન્ટ 479 નીલકંઠ મહાદેવ સ્ટ્રીટ, નાનપુરા, સુરત395001 તારીખ 28.03.2024 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાંનું વેચાણ તેમની દુકાન માં કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી વધારે માત્રા માં  ISI માર્ક વગરના રમકડાં મળી આવ્યા હતા અને જપ્ત કરી લીધા

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020ના ઓર્ડર નંબર 11(4)/9/2017-CI મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ ૨૦૧૬ ના અનુચ્છેદ ૧૭ ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા ,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી  અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ,  ભારતીય માનક બ્યૂરો,  સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ,  દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001  (ફોન નં. 0261 – 29900712991171, 2992271, 2990690) પર લખી શકે છે. ફરિયાદ ને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

AP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2016560) Visitor Counter : 68