ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

પીસકીપર્સ સામેના ગુનાઓ માટે જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્સ (GOF)ની ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ

Posted On: 28 MAR 2024 12:24PM by PIB Ahmedabad

26 માર્ચ 2024ના રોજ ભારતની આગેવાની હેઠળના ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્સ (GOF)એ તેની બીજી બેઠક બોલાવી હતી. 40 સભ્ય દેશોનો સમાવેશ કરીને, GOFએ શાંતિ રક્ષકોને નિશાન બનાવતા દૂષિત કૃત્યોના ગુનેગારો સામે કાયદાકીય માળખાને મજબૂત કરવાની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી, તથા જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સહાયક પગલાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

બેઠકની શરૂઆત સચિવાલય દ્વારા માહિતીપ્રદ બ્રીફિંગ અને અપડેટ સાથે કરવામાં આવી હતી, જેણે ચાલુ પ્રયત્નો અંગે મૂલ્યવાન સમજ આપી હતી. મીટીંગે જવાબદારી તરફનું એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું જે અંતર્ગત એક સમર્પિત ડેટાબેઝને ઑનલાઇન ભંડાર તરીકે સેવા આપવા માટે, સચિવાલય, મિશન અને સભ્ય દેશોને પીસકીપર્સ સામેના દૂષિત કૃત્યોના કેસની દેખરેખ રાખવા અને સંબોધવા માટે સશક્ત બનાવવું જેવા કેટલાક હેતુઓ હતા. આ ડેટાબેઝ, ભારત દ્વારા પ્રાયોજિત, યુનાઈટેડ અવેર પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવ્યા છે અને તે વ્યાપક વિશ્લેષણ અને જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે અસરકારક વ્યૂહરચનાઓ ચલાવવા માટે સજ્જ છે.

આ બાબતે ભારતીય રાજદૂત શ્રીકંબોજે છેલ્લા કેટલાક વર્ષમાં GOFની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો, ઉપરાંત આ બાબતની જવાબદારી વિશેના આસપાસના પડકારો, ખાસ કરીને મિશન ક્ષેત્રોમાં કાયદાના શાસનને મજબૂત કરવા અંગે ભાર મૂક્યો. તેમણે શાંતિરક્ષકો સામેના ગુનાઓ માટે જવાબદારીને આગળ વધારતા અસરકારક પગલાં લેવા માટે આ આંતરદૃષ્ટિનો લાભ લેવામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મીટિંગના મુખ્ય હેતુઓમાં પીસકીપર્સ એટલે કે શાંતિ રક્ષકો સામેના ગુનાઓ માટે જવાબદારીને સમર્થન આપવા માટે કાયદાકીય માળખું પ્રદાન કરવા પર નોંધપાત્ર ચર્ચા પણ દર્શાવવામાં આવી હતી. આ સાથે જ ઇન્ટરનેશનલ લો કમિશનના સભ્ય અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિસરી પ્રોફેસર ડો. બિમલ પટેલ દ્વારા મજબૂત શાંતિ જાળવણી પરિસ્થિતિઓમાં, પીસકીપર્સ માટે આંતરરાષ્ટ્રીય કાયદાના રક્ષણને સ્પષ્ટ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સ્પષ્ટતા રાજ્યોમાં સંસાધનોનું યોગદાન આપવા માટેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે, ન્યાય અને રક્ષણ માટે પ્રતિબદ્ધતાઓને મજબૂત બનાવે છે, ન્યાયના સંચાલનમાં યજમાન દેશોને મદદ કરે છે, ક્ષમતા-નિર્માણના પ્રયાસોને સરળ બનાવે છે અને ભવિષ્યના ગુનાઓને અટકાવે છે, જેનાથી લાંબા સમય માટે શાંતિને પ્રોત્સાહન મળે છે. તેમણે પીસકીપિંગ કામગીરીની આસપાસના જટિલ કાનૂની મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા વિવિધ પ્રાદેશિક જૂથોનું પ્રતિનિધિત્વ કરતા, વિવિધ કાનૂની પરંપરાઓ અને કુશળતા ધરાવતા સભ્યોને સમાવતા વર્તમાન 'કાનૂની નિષ્ણાતોની સંસ્થા' તરીકે આંતરરાષ્ટ્રીય કાયદા પંચના મહત્વ અને યોગ્યતા પર ભાર મૂક્યો હતો.

GOFની ઉચ્ચ-સ્તરીય મીટીંગ, ભારતની આગેવાની હેઠળના સભ્ય દેશોની અતૂટ પ્રતિબદ્ધતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવા તથા વિશ્વભરમાં શાંતિ રક્ષકોની સુરક્ષા અને ગૌરવને જાળવી રાખવા માટે તરીકે કામ કરે છે.

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2016538) Visitor Counter : 92


Read this release in: English