નાણા મંત્રાલય
લોકસભા ચૂંટણી-2024 દરમિયાન, આવકવેરા વિભાગ દ્વારા આયકર ભવન, આશ્રમ રોડ, અમદાવાદના 1લા માળે રૂમ નંબર 141માં 24x7 સેન્ટ્રલ કંટ્રોલ અને ગ્રીવન્સ મોનિટરિંગ સેલની સ્થાપના
Posted On:
19 MAR 2024 3:25PM by PIB Ahmedabad
લોકસભા ચૂંટણી-2024 દરમિયાન, આવકવેરા વિભાગ દ્વારા આયકર ભવન, આશ્રમ રોડ, અમદાવાદના 1લા માળે રૂમ નંબર 141માં 24x7 સેન્ટ્રલ કંટ્રોલ અને ગ્રીવન્સ મોનિટરિંગ સેલની સ્થાપના કરવામાં આવી છે. કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટેની વિગતો નીચે મુજબ છે.
- ટેલિફોન નંબર- 1800-599-99999
- લેન્ડ લાઇન નંબર: 079-29911052/3/4/5
- વોટ્સએપ નંબર: 8160745408
મતદાન અથવા મતદાતાના વર્તનને પ્રભાવિત કરવા માટે ઉપયોગમાં લેવાતા કાળા નાણાં, રોકડ, સોનું વગેરે વિશેની માહિતી આ કંટ્રોલ રૂમમાં અથવા ટોલ ફ્રી નંબર અથવા મોબાઇલ નંબર પર આપી શકાય છે.
આ કંટ્રોલ રૂમ 24X7 કાર્યરત રહેશે. કોઈપણ નાગરિક આ કંટ્રોલરૂમમાં નામ, મોબાઈલ નંબર, સરનામું અને રોકડ અથવા બુલિયન વગેરેના સંગ્રહ સ્થળ સાથે કાળું નાણું, હવાલા ટ્રાન્સફર, કેશ ટ્રાન્સફર, બ્લેક મની કલેક્શન, બુલિયન વગેરેની સંપૂર્ણ માહિતી આપી શકે છે એમ ડાયરેક્ટર જનરલ ઓફ ઈનકમ ટેક્સ (તપાસ) રવજીતસિંહ અરનેજાએ એક યાદીમાં જણાવ્યું હતું.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2015515)
Visitor Counter : 139