ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

ભારતીય માનક બ્યૂરો અમદાવાદ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી

Posted On: 16 MAR 2024 4:42PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યૂરો (BIS) ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકાર ના નેજા હેઠળ કામ કરે છે. BIS   1947 (જ્યારે તે ભારતીય માનક સંસ્થા (ISI) તરીકે જાણીતું હતું) માં તેની શરૂઆતથી તેની અનુરૂપતા મૂલ્યાંકન, લેબોરેટરી સેવાઓ, હોલમાર્કિંગ અને અન્ય યોજનાઓ દ્વારા ભારતના ઉદ્યોગો અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. ISI ચિહ્ન ભારતના લગભગ દરેક ઘર માટે 'ગુણવત્તા' શબ્દનો સમાનાર્થી બની ગયો છે. હોલમાર્કિંગ યોજનાએ ગ્રાહકને સોના માટે ઉચ્ચતમ સ્તરની ખાતરી આપી છે. BIS તાજેતરમાં યુવા બ્રાન્ડ એમ્બેસેડરના વાઇબ્રન્ટ જૂથ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સમાવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ બનાવીને ગુણવત્તાની જાગૃકતા વધારવાની ઉમદા પહેલ કરી છે. ક્લબ્સ હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણના ક્ષેત્રમાં શીખવાની તકો મળે છે. BIS ટૂંક સમયમાં ભારતમાં 10000 સ્ટાન્ડર્ડ ક્લબના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા પર છે.

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2024 ના ભાગ રૂપે, BIS અમદાવાદે ગુજરાત રાજ્યમાં અન્ય હિતધારકો સાથે સમન્વયકરીને માર્ચમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. 15 માર્ચ 2024ના રોજ, ડબલટ્રી હિલ્ટન અમદાવાદખાતે ઉજવણી ભવ્ય કાર્યક્રમમાં પરિણમી. કાર્યક્રમની શરૂઆત માનક ગીત (બીઆઈએસનું થીમ સોંગ) અને શ્રી સુમિત સેંગર, નિદેશકઅને પ્રમુખતથા મુખ્ય અતિથિ ડૉ. પંકજરે પટેલ, કુલપતિ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને અન્ય મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ BIS, અમદાવાદ, નિદેશકઅને પ્રમુખ દ્વારા સ્વાગત વક્તવ્ય આપવામમાં આવ્યું હતું. તેમણે ઉપભોક્તા સુરક્ષામાં BIS ના મહત્વને પ્રકાશિત કર્યું અને તમામ મહત્વપૂર્ણ હિસ્સેદારોનો તેમના યોગદાન માટે આભાર માન્યો.

મુખ્ય અતિથિ ડૉ. પંકજરે પટેલ, કુલપતિ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ગ્રાહક સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ગ્રાહકો માટે જીવન સરળ બનાવવા તેમજ ગ્રાહક અધિકારોના રક્ષણમાં BIS ની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

અતિથિ વક્તા શ્રી અમિત સિંગલા, જોઈન્ટ ડાયરેક્ટર અને સેન્ટર હેડ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ પેકેજિંગ, અમદાવાદ ખાદ્ય ચીજવસ્તુઓના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા પેકેજિંગના મહત્વ પર પ્રવચન આપ્યું હતું. તેમણે હકીકત પર ભાર મૂક્યો કે અયોગ્ય પેકેજિંગ સામગ્રી ખાદ્ય વસ્તુઓને દૂષિત કરશે.

અતિથિવક્તા ડો. અનિર્બાન દાસગુપ્તા, પ્રોફેસર, IIT ગાંધીનગરએ ગ્રાહકો માટે જવાબદાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર પ્રવચન આપ્યું હતું. તેમણે ઉપભોક્તા અધિકારોના સશક્તિકરણ અને રક્ષણમાં AI ના ફાયદા અને નુક્સાન પણ સમજાવ્યા.

અતિથિ વક્તા ડૉ.અનિંદિતા મહેતા, ચીફ જનરલ મેનેજર અને લેબ ડિરેક્ટર, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહકો માટે વ્યાજબી અને જવાબદાર AI વિશે સમજ આપી હતી. તેઓએ ગ્રાહકોને છેતરવા માટે નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને છેતરપિંડી કરનારાઓ દ્વારા અપનાવવામાં આવતી પ્રચલિત દૂષિત પદ્ધતિઓ સમજાવી.

શ્રી ઇશાન ત્રિવેદી, વૈજ્ઞાનિક- ડી/ સંયુક્ત-નિદેશક ભારતીય માનક IS 18482: 2023 (જે બલ્ક કોમોડિટીઝના પેકેજિંગ માટે ટેક્સટાઇલ- સેન્ડવિચ એક્સટ્રુઝન લેમિનેટેડ પોલીપ્રોપ્લીન (PP) વણેલા બોરીઓ માટે છે) પર માનક મંથનનું આયોજન કર્યું હતું.

શ્રી રાહુલ પુષ્કર, વૈજ્ઞાનિક-સી / ઉપ-નિદેશક ઉત્સાહપૂર્વક કાર્યક્રમ રજૂ કર્યો.

શ્રી વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક-સી / ઉપ-નિદેશક દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું. કાર્યક્રમનું સમાપન કરવું દરેક માટે યાદગાર અને આનંદપ્રદ અનુભવ હતો, અને BIS ના ભવ્ય વારસાને યોગ્ય અંજલી હતી.

AP/GP/JD



(Release ID: 2015212) Visitor Counter : 67