ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે અમદાવાદ ખાતે ભીડભંજન હનુમાન મંદિર, મેમનગર ખાતે દર્શન-પૂજા કર્યા અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષમાં દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કરવાનું કામ કર્યુઃ શ્રી અમિત શાહ

શ્રી મોદીજીએ ચીનની આંખમાં આંખ નાખીને કહ્યું કે આ ભારત છે અહીં નો એન્ટ્રીઃ શ્રી અમિત શાહ

Posted On: 15 MAR 2024 9:17PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદ ખાતે ભીડભંજન હનુમાન મંદિર મેમનગર ખાતે દર્શન પૂજા કર્યા હતા અને  સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષમાં દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. પહેલા આતંકવાદ નક્ષલવાદથી દેશ ગ્રસ્ત હતો. પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ છાશવારે દેશમાં ઘૂસણખોરી કરી અને  આતંક ફેલાવતા અને તે સમયની સરકારો જોઈ રહેતી હતી. શ્રી મોદીજીએ સર્જીકલ અને એર સ્ટ્રાઈકના માધ્યમથી પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો. આ ઉપરાંત ડોકલામ મુદ્દે પણ શ્રી મોદીજીએ ચીનની આંખમાં આંખ નાખીને કહ્યું કે આ ભારત છે અહીં નો એન્ટ્રી છે અને 45 દિવસોમાં ચીનને પાછું ફરવું પડ્યું હતું.

શ્રી શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યું છે. બહેનો અને માતાઓ માટે 33% આરક્ષણ આપી લોકસભા અને વિધાનસભામાં જવા માટેનો રસ્તો પ્રશસ્ત કર્યો છે. આ ઉપરાંત ડિજિટલ ઇન્ડિયા અને મેક ઈન ઈન્ડિયાના માધ્યમથી દેશના યુવાનોને વૈશ્વિક સ્પર્ધામાં ઊભા રહી શકે તેવો મંચ પ્રદાન કરવાનું કામ શ્રી મોદીજીએ કર્યું છે. બધા વિચારતા હતા કે 370ની કલમ કેવી રીતે હટશે અને પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ એક જ ઝાટકે 5 ઓગસ્ટ 2019ના રોજ આ કલમને હટાવીને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું.

શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 130 કરોડની જનતા સામે વિકસિત ભારતનું લક્ષ્ય મૂક્યું છે. 15 ઓગસ્ટ 2047ના દિવસે દેશ સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રે પ્રથમ હોય તેવા પ્રયાસ કરવાના છે. શ્રી મોદીજીએ સંકલ્પથી સિદ્ધિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. તેઓએ કહ્યું કે તેમણે સમગ્ર દેશમાં પ્રવાસ કર્યો છે. આજે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ભારતભરમાં મોદી મોદીના જ નારા લાગી રહ્યા છે.

AP/GP/JD


(Release ID: 2015104) Visitor Counter : 103