સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
CCA ગુજરાત દ્વારા સૌરાષ્ટ્ર પ્રદેશના લાયસન્સધારકો સાથે જિલ્લા ટેલિકોમ આઉટરીચ કાર્યક્રમનું આયોજન
Posted On:
15 MAR 2024 7:00PM by PIB Ahmedabad
CCA ગુજરાત દ્વારા 15.03.2024ના રોજ રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ કોન્ફરન્સ હોલમાં સૌરાષ્ટ્ર પ્રદેશના લાયસન્સધારકો સાથે જિલ્લા ટેલિકોમ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
SARAS અને ભારતનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગની સાથે Ease of Doing Business માટે Telecomમાં GoI દ્વારા સુધારા અંગેની માહિતીની ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ટરેક્ટિવ સત્ર લાયસન્સ કરારની વિવિધ કલમો અને શરતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તમામ અનુપાલન માટે સિંગલ વિન્ડો પોર્ટલ તરીકે SARASનો ઉપયોગ. લાઇસન્સધારકોએ તેમની ફરિયાદો, પ્રશ્નો અને શંકાઓના નિરાકરણમાં CCA ગુજરાત અને DoT HQ દ્વારા લેવામાં આવેલા સક્રિય પગલાંની પ્રશંસા કરી હતી.
O/o CCA ગુજરાત દ્વારા 15.03.2024 ના રોજ રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ કોન્ફરન્સ હોલમાં LC/DLC કેમ્પ અને ID કાર્ડ વિતરણ સાથે 54મી ટેલિકોમ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
100% કેસોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. પેન્શનધારકોને પેન્શન સેટલમેન્ટમાં ઝીરો પેન્ડન્સી, સંપાન, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, આવકવેરા સંબંધિત મુદ્દાઓ સહિત અન્ય બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
AP/GP/JD
(Release ID: 2015040)
Visitor Counter : 127