ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
વગર આઈ એસ આઈ (ISI) માર્ક લગાવેલ પોલિએસ્ટર આંશિક ઉન્મુખ યાર્ન(POY) બનાવતી યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા
Posted On:
11 MAR 2024 5:06PM by PIB Ahmedabad
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા માન્ય લાયસન્સ લીધા વગર આઈ એસ આઈ (ISI) માર્કવાળા પૉલિએસ્ટર આંશિક ઉન્મુખ યાર્નના ઉત્પાદનમા રોકાયેલા યુનિટમાં મેસર્સ સાનિકા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (યુનિટ II) પ્લોટ નંબર- 25-37, બ્લોક નંબર 1053, ગામ-તડકેશ્વર, તાલુકો-માંડવી, જિલ્લો-સુરત, ગુજરાત-394170 અને મેસર્સ દેવિકા ફાઇબર્સ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નંબર 2.3.4.9/10 1,20,21,23, બ્લોક નં-792,793 ગામ-કુરસદ, તાલુકો ખોલપાડ, સુરત-394110 તારીખ 09.03.2024ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી દરોડા દરમિયાન, સાનિકા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી લગભગ (60 MT) અને દૈવિકા ફાઇબર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસે થી (49 MT) ISI માર્ક વિનાનું પોલિએસ્ટર આશિક ઉન્મુખ યાર્ન જપ્ત કરવામાં આવ્યું હતું ઉપરોક્ત બંને કંપનીઓ પોલિએસ્ટર આશિક ઉન્મુખ યાન(POY) વિદેશમાંથી આયાત કરતી હતી વગર Iડા માર્કના પોલિએસ્ટર આશિક ઉન્મુખ યાર્ન (POY) આયાત કરી શકાતું નથી તેથી ઉપરોક્ત યુનિટના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી.
રસાયણ અને ખાતર મંત્રાલય ના ઓર્ડર નંબર- CG-DL-E-18072023-247398 મુજબ તારીખ 17 જુલાઈ 2023 ના રોજ જારી કરાયેલા પોલિએસ્ટર પાર્શિયલી ઓરીએન્ટેડ યાર્ન (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર-2023ના રોજ પોલિએસ્ટર આશિક ઉન્મુખ યાર્ન આઈ એસ આઈ (ISI) માર્ક 05-10-2023 પછી ફરજિયાત બનાવવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી વગર આઈ એસ આઈ માર્ક લગાવેલ પોલિએસ્ટર આંશિક ઉન્મુખ યાર્નનું ઉત્પાદન વેચાણ, આયાત અને સંગ્રહ કરી શકો નહીં. આવું કરનારના વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000/- આર્થિક દંડ અથવા બને સજાની જોગવાઈ છે.
ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ કરેલ કરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરે છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકયિક ના દુરપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ ભારતીય માનક બ્યૂરો સુરંત શાખા કાર્યાલય, પ્રથમ માળ દૂરસંચાર ભવન કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત - 395001 ફોન નં 0261 - 2990071 પર લખી શકે છે. ફરિયાદ subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
AP/GP/JD
(Release ID: 2013437)
Visitor Counter : 90