માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ચેન્નઈ ખાતે પ્રધાનમંત્રી ડીસા સહિત દેશના 12 આકાશવાણી FM પ્રોજેક્ટ ડિજિટલી શરૂ કરશે

Posted On: 19 JAN 2024 3:35PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રી દ્વારા 19.01.2024ના રોજ સાંજે 6 વાગ્યે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ચેન્નાઈ ખાતેથી કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને કેન્દ્રીય માહિતી પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ.મુરુગનની હાજરીમાં 8 રાજ્યોમાં 12 આકાશવાણી એફએમ પ્રોજેક્ટ ડિજિટલ રીતે શરૂ કરવામાં આવશે.

જેમાં 100W એફએમ ડીસા(બનાસકાંઠા) એફએમ સ્ટેશનોમાંથી એક છે જે આજે શરૂ થવા જઈ રહ્યું છે. જેનાથી અંદાજે 2.5 લાખની વસ્તીને ફાયદો થશે અને ડીસા શહેરની આસપાસના 12 થી 15 કિમી ત્રિજ્યાના વિસ્તારો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટની કિંમત અંદાજે રૂ. 28 લાખ છે.

એ જ રીતે, આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન 12 રાજ્યોમાં 26 એફએમ ટ્રાન્સમીટર પ્રોજેક્ટ્સનો, પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ પણ ડિજિટલ રીતે કરવામાં આવી રહ્યો છે. એવામાં ગુજરાત પર્યાપ્તપણે ભાગ્યશાળી છે, કારણ કે ત્રણ નવા એફએમ પ્રોજેક્ટની શિલાન્યાસ આજે થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા (10kW), ભુજ(20kW) અને 10kW FM રાધનપુર(પાટણ જિલ્લો)ને હાલના 100W FMથી 10kW FM ટ્રાન્સમિટર્સમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.

આમ આ 12 એફએમ ટ્રાન્સમિટર્સના કમિશનિંગ પછી એકંદર કવરેજ વસ્તીના આધારે 60.5% અને 74.75% સુધી વધશે. તેવી જ રીતે 12 રાજ્યોમાં 26 FM શરૂ થયા પછી આ કવરેજ, વિસ્તાર મુજબ 68% અને વસ્તી મુજબ 81% સુધી વધશે.

YP/JD


(Release ID: 1997766) Visitor Counter : 107