યુવા બાબતો અને રમત મંત્રાલય

નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા રોડ સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન


કાર્યક્રમમાં પી.ટી. મહિલા કોલેજ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનવર્સિટી, જે. ઝેડ. શાહ આર્ટસ અને એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસની તાલીમ આપવામાં આવી

Posted On: 19 JAN 2024 3:10PM by PIB Ahmedabad

નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફ્ટીને અનુલક્ષીને પી. ટી. મહિલા કોલેજ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનવર્સિટી, જે. ઝેડ. શાહ આર્ટસ & એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસની તાલીમ આપવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રોડ પર લઈ જઈને ફિલ્ડની તાલીમ આપવામાં આવી. માર્ગ સલામતી કાર્યક્રમમાં સડક સુરક્ષા–જીવન રક્ષા સૂત્રનો અર્થ વિદ્યાર્થીઓને સમજાવી તથા રોડ સેફટી ઘણી બધી માહિતી આપી હતી. કાર્યક્રમમાં હાજર રહેલ દરેક પાસે રોડ સેફટીના નિયમોનું પાલન પોતે કરવા અને બીજાને પણ તેની માહિતી આપવાના શપથ લેવડાવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રોડ સેફટી અંગેના સૂત્રોચાર સાથે રોડ સેફટી જાગૃતિ અંગેની રેલી કાઢવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય સંયોજક તરીકે ટ્રાફિક ACP શ્રી મોરે, રોડ સેફ્ટી ટ્રેનર કોર્ડીનેટર શ્રી બ્રિજેશ વર્મા, ટ્રાફિક PSI શ્રી ગોસ્વામી તથા RTO ઇન્સ્પેકટર કે. બિ. પટેલ, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર એન. બી. દાભી, ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ તેમજ કોલેજ ના આચાર્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ જીલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો નીખીલ ભુવા, મેહુલ ડોંગા, ગૌરવ પડાયા, ઉજ્વલ પરમાર, જૈવિક રૈયાણી, ઝુબેર પટેલ, ગજેન્દ્ર ચંદ્રાવત દ્વારા આયોજવામાં આવ્યો હતો.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1997759) Visitor Counter : 50