યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

નરોડાની નવયુગ વિદ્યાલયમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના વિશેષ સહયોગથી માર્ગ સલામતી જાગરુકતા અંગે યુવાનોના પ્રશિક્ષણ અને માર્ગ સલામતી જન -જાગરુકતા અન્વયે ભવ્ય જાગરુકતા રેલીનું આયોજન

Posted On: 18 JAN 2024 11:27AM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત માય ભારત અને નહેરૂ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃકતા સપ્તાહના સમાપન સમારોહ નિમિત્તે અમદાવાદ પૂર્વ વિસ્તારની નરોડાની પ્રસિદ્ધ શાળા નવયુગ વિદ્યાલયમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના વિશેષ સહયોગથી  માર્ગ સલામતી જાગરુકતા અંગે યુવાનોના પ્રશિક્ષણ અને માર્ગ સલામતી જન -જાગરુકતા અન્વયે ભવ્ય જાગરુકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવાનોએ સેંકડોની સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.

ઉપરોકત કાર્યક્રમના મુખ્ય મહેમાન  તરીકે Youth Icon & Motivational Speaker IPS Shri Safin Hasan ( DCP Traffic ,East Ahmedabad City) ,  સાહેબે વિશેષરૂપે કાર્યક્રમમાં હાજર રહી પ્રતિભાગી યુવાનોને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો તેમજ  સાઇબર જાગૃતિ અંગે માહિતગાર કરી ટ્રાફીક નિયમોનું ગંભીરતાથી પાલન કરી જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવવા પ્રેરિત કર્યા હતા તેમજ કાર્યક્રમના આયોજક જિલ્લા યુવા અધિકારી, અમદાવાદ શ્રી પ્રિતેશ કુમાર ઝવેરીએ પ્રતીભાગી યુવાનોને નહેરૂ યુવા કેન્દ્ર અને માય ભારત દ્વારા ચલાવવામાં આવતા જન જાગૃતિ અને યુવા વિકાસ કાર્યક્રમો અંગે માહિતગાર કરી ભારત સરકારની વિભિન્ન યોજનાઓમાં સ્વયંસેવક તરીકે જોડાવા અને માય  ભારત પોર્ટલ પર રજિસ્ટર કરવાં અંગે પ્રેરણા આપી હતી.

કાર્યક્રમ નું સંચાલન શ્રી દિલીપ કુમાર નિનામા દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે પી આઇ ટ્રાફીક શ્રી એ જે પાંડવ દ્વારા પ્રતિભાગીઓને માર્ગ સલામતી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. આ ઉપરાંત કાર્યક્રમમાં નરોડા વિસ્તારના પી આઈ શ્રી શેખ, નવ યુગ વિદ્યાલયના આચાર્યશ્રી તેમજ ટ્રસ્ટી શ્રીઓ તથા કેન્દ્ર અને શાળા ના સ્ટાફગણ વિશેષ રૂપે ઉપસ્થિત રહયા હતા.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1997163) Visitor Counter : 110