યુવા બાબતો અને રમત મંત્રાલય
ભારત સરકારના યુવા કાર્યક્રમ તેમજ રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માયભારત તેમજ નહેરુ યુવા કેન્દ્ર,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિવિધ યુવા કેન્દ્રિકૃત કાર્યક્રમોનું સફળ આયોજન
Posted On:
13 JAN 2024 2:29PM by PIB Ahmedabad
ભારત સરકારના યુવા કાર્યક્રમ તેમજ રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માયભારત તેમજ નહેરુ યુવા કેન્દ્ર,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તારીખ 12 જાન્યુઆરી 2024 ના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ અને સપ્તાહ તથા રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃકતા સપ્તાહ અંતર્ગત શહેરના યુવાનોને કેન્દ્રમાં રાખીને વિભિન્ન જાગૃકતા ગતિવિધિઓનું સફળ આયોજન એચ એ આર્ટ્સ અને કોમર્સ કોલેજ કેમ્પસમાં જિલ્લા યુવા અધિકારી, અમદાવાદ શ્રી પ્રિતેશકુમાર ઝવેરીના નેતૃત્વમાં એચ એ આર્ટ્સ અને કોમર્સ કોલેજના એનસીસી તેમજ એનએસએસ યુનિટ અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત સહયોગથી રાષ્ટ્રીય યુવા દિવસ અને સપ્તાહ તથા માર્ગ સલામતી હેતુ આવશ્યક જાગૃકતા ફેલાવવા તથા યુવાનોને મોટી સંખ્યામાં આ ભગીરથ અભિયાન સાથે જોડી જનસામાન્યને પણ આ બાબતે જાગરૂક કરવાના ઉદ્દેશ્યથી વિવિધ યુવા કેન્દ્રિકૃત કાર્યક્રમોનું સફળ આયોજન કરાયું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે અમદાવાદ શહેરના સહાયક ટ્રાફિક કમિશનર શ્રી શૈલેષ મોદી તથા એચ એ કોમર્સ કૉલેજના પ્રતિષ્ઠિત પ્રાચાર્ય ડૉ. સંજય વકીલની વિશેષ ઉપસ્થિતિ રહી. તેમજ વિશેષ અતિથિ તરીકે અમદાવાદના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. પ્રવીણ કાનાબાર તેમજ ટ્રાફિક પીઆઇ શ્રી એ જે પાંડવ તેમજ એન એસ એસ ના પીઓ શ્રી એચ એમ ચૌધરી વિષેશ રૂપે ઉપસ્થિત રહ્યા.
ડૉ પ્રવીણ કાનાબાર દ્વારા જ્યાં પોતાનાં વક્તવ્યથી પ્રતિભાગી ઓને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો બાબતે માહિતગાર અને જાગરુક કરાયા ત્યાંજ આયોજકો દ્વારા મોટી સંખ્યા માં કાર્યક્રમોમાં જોડાયેલ યુવાનોને માર્ગ સલામતી માટે વધું ગંભીર અને જાગરૂક થવા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.
કાર્યક્રમમાં યુવાનોને નહેરુ યુવા કેન્દ્ર અમદાવાદ તરફથી માયભારતની ટીશર્ટ-કેપ તેમજ અલ્પાહાર અને સાથે સાથે પીઆઈબી અમદાવાદ તરફથી કેલેન્ડર તેમજ વિકસિત ભારતના વિભિન્ન યોજનાઓના પેમ્પલેટ અને ડાયરી નું પણ વિતરણ કરવામાં આવ્યું.
પ્રતિભાગી યુવાનોએ ઉત્સાહભેર માર્ગ સલામતી જાગરૂકતા અંગેના નારા લગાવી એચ એ કોમર્સ કોલેજથી લઈ ઠાકોર ભાઈ દેસાઈ હોલ સુધી જાગૃકતા રેલી કાઢીને માર્ગ સલામતી હેતુ જનસામાન્યને પણ જાગૃત કરવાનું ભગીરથ કાર્ય કર્યું તથા ટ્રાફિક સિગ્નલથી પસાર થતા વાહન ચાલકોને પણ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોથી જાગરૂક કર્યા અને અન્યોને જાગરૂક કરવાની અપીલ પણ કરી.
જિલ્લા યુવા અધિકારી એ કહ્યું કે, ભારત સરકાર દ્વારા યુવાનોને લગતી સર્વે જરૂરિયાતોને પુરી પાડવા તથા તમામ માહિતી એક જ કેન્દ્રીકૃત પ્લેટફોર્મ પર મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા માયભારત પોર્ટલ કાર્યરત છે અને જિલ્લાના તમામ યુવાનો એ માયભારત પોર્ટલ પર NYKS અંતર્ગત રજિસ્ટ્રેશન કરી જોડાવું જોઇએ અને યુવાનો માટેની વિવિધ સરકારી યોજના તેમજ પહેલોનો લાભ લેવો જોઈએ. ઉપરોક્ત જાગરૂકતા અભિયાન પણ ભારત સરકારના નવગઠીત માયભારત વિભાગ અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર, અમદાવાદના નેજા હેઠળ અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગના વિશેષ સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યા છે તેમજ 17 તારીખ સુધી આખું સપ્તાહ વિભિન્ન ગતિવિધીઓના માધ્યમથી નેહરૂ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા માર્ગ સલામતી હેતુ વિવિધ જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1995832)
Visitor Counter : 141