યુવા બાબતો અને રમત મંત્રાલય

ખેડા જિલ્લાના ઉત્તરસંડા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ભારત સરકારના યુવા કાર્યને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર ખેડા નડિયાદ દ્વારા કરવામાં આવી

Posted On: 12 JAN 2024 8:04PM by PIB Ahmedabad

આજે 12 જાન્યુઆરી એ નરેન્દ્ર ભાઈ મોદીએ 27મા રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત મહારાષ્ટ્રના નાસિક ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને કર્યું સંબોધન‌, આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારના યુવા કાર્યને ખેલ મંત્રાલય અંતર્ગત, ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ઉતરસંડા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, આઈ.ટી.આઈ ખાતે વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ-પ્રમાણપત્ર વિતરણ, રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન સહિત માર્ગ સુરક્ષા રેલી, તેમજ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહેરુ યુવા કેન્દ્ર નડિયાદના જિલ્લા યુવા અધિકારી મહેશ રાઠવા, ખેડા જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષયભાઈ મકવાણા, ખેડા જિલ્લાના પ્રાંત યુવા વિકાસ અધિકારી ડો. ચેતન શિયાણીયા, નેહરુ યુવા કેન્દ્રના સંજયભાઈ પટેલ,ઉતરસંડા આઈટીઆઈના આચાર્ય આર આર કુમારે, પોલીસ વિભાગના પીએસઆઇ જે.પી. ગુપ્તા સહિત પોલીસ અધિકારીઓ અને ખેડા જિલ્લાના યુવાન ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ‌. આ પ્રસંગે એનવાયકેના મહેશ રાઠવા એ આજના દિવસનો હેતુ સમજાવી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા યુવાનો લક્ષી પોર્ટલની શરૂઆત રજીસ્ટ્રેશનનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ ટ્રાફિક નિયમન અંગે જાણકારી આપી શકતા માટે નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત આમ પ્રજાની જાગૃતિ માટે રેલી તેમજ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા કરી હતી. રાષ્ટ્રીય યુવા દિન સત્તાની ઉજવણી અંતર્ગત સ્વામીજીના જીવન ચરિત્ર ઉપર વ્યાખ્યાન માળા, દીક્ષિત ભારત ડિબેટ તથા પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન નિહાળ્યું હતું. આ ઉપરાંત સપ્તાહ દરમિયાન સાંસ્કૃતિક દિન ભાગીદારી દિન સમાજસેવા દિન શારીરિક મજબૂતી દિન શાંતિ સદભાવ દિન કૌશલ્ય દિવસ તથા જાગૃતિ દિવસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ ચિત્ર નિબંધ સ્પર્ધા, શ્રમકાર્ય ગ્રામીણ રમતો સદભાવના રેલી સેમિનારો કરાયા હતા. તેમજ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે શીલ્ડ અને પ્રમાણપત્ર અપાયા હતા.

YP/JD



(Release ID: 1995681) Visitor Counter : 67