યુવા બાબતો અને રમત મંત્રાલય

નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

Posted On: 12 JAN 2024 4:24PM by PIB Ahmedabad

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા 12મી જાન્યુઆરીની રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ગોપાલક વિદ્યા સંકુલ ગાંધીનગર ખાતે કરવામાં આવ હતી.

રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2024 નાસિક મહારાષ્ટ્ર ખાતે યોજાઈ રહ્યો છે જેનું ઉદ્ઘાટન 12મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું. નાસિકથી પ્રધાનમંત્રીશ્રી ના ઉદબોધનનો લાઇવ પ્રસારણ ગાંધીનગર ખાતે 1000થી વધુ યુવાનો દ્વારા જોવામાં આવ્યું. ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય નિર્દેશક મનીષાબેન શાહ, ગાંધીનગર ભાજપ યુવા મોરચા મહામંત્રી શ્રી ભૂલાભાઈ દેસાઈ, ગાંધીનગર વ્યાયામશાળા સંઘ પ્રમુખ અને ખેલ મહાકુંભ સંયોજક શ્રી લાભુભાઈ દેસાઈ, વોર્ડ કોર્પોરેટર શ્રી નીલેશભાઈ મહરીયા, લીડ બૈંક મેનેજર શ્રી આદેશ જુનેજા, બૈંક પ્રતિનિધિ શ્રી અનીલ પુરોહિત, કેમ્પસ નિયામક શ્રી રામજીભાઈ દેસાઈ ઉપસ્તિથ રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા પ્રધાનમંત્રીશ્રી દ્વારા આપેલ સ્વચ્છ ભારતનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વાનિિ યોજનાની માહિતી લીડ બેંક મેનેજર દ્વારા આપવામાં આવ્યી હતી. કાર્યક્રમનું સમસ્ત સંચાલન જિલા યુવા અધિકારીના નિર્દેશન અને સ્વયંસેવક મંથન શાહ, અજય સંઘાડા, ભાવિકા સોલંકી, નીખીલ જાદવ, દીપક યાદવ, જલ્પેશ ઠાકોરના સહયોગથી કરવામાં આવ્યું.

YP/PG/JD       



(Release ID: 1995512) Visitor Counter : 82