યુવા બાબતો અને રમત મંત્રાલય

નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને મહેસાણા દ્વારા 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ અને સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાશે

Posted On: 11 JAN 2024 12:26PM by PIB Ahmedabad

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ગાંધીનગર અને મહેસાણા ખાતે કરવામાં આવશે. રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2024 કાર્યક્રમનું ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા નાશિક (મહારાષ્ટ્ર) ખાતે કરવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનું લાઇવ પ્રસારણ નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા ગાંધીનગર ખાતે અને મહેસાણા દ્વારા વિસનગર ખાતે કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન વિભિન્ન સરકારી સંસ્થાઓ દ્વારા જુદી જુદી ગતિવિધિ પણ કરવામાં આવશે. રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજ્જ્વણી 12 થી 16મી જાન્યુઆરી સુધી કરવામાં આવશે, જેમાં નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, રાષ્ટ્રીય સેવા યોજના અને યુવક અને યુવતી મંડળના સભ્યો દ્વારા સડક સુરક્ષા વિષયે માહિતી આપવામાં આવશે. નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારીએ જણાવ્યું કે આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં યુવાન ઉપસ્થિત રહશે અને જુદા-જુદા કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમમાં જોડાવવા ઈચ્છુક યુવા માયભારત પોર્ટલ ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરીને આ કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. આ કાર્યક્રમ દરમિયાન રોડ સેફટી વોલન્ટીયરને અતિથિઓ દ્વારા લીલી ઝંડી આપીને સડક સુરક્ષા સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાયેલા યુવાનો દ્વારા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત પણ લેવામાં આવશે. કાર્યક્રમ સ્થળના બાજુમાં કાર્ય કરતા વિભિન્ન દુકાનદારોને સ્વાનિધિ યોજનાની માહિતી આપવા માટે લીડ બેંક મેનેજરશ્રી દ્વારા કાર્યક્રમ કરવામાં આવશે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1995094) Visitor Counter : 92