સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પોસ્ટ વિભાગે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો – 2024 (VGGTS-2024)માં ઈન્ડિયા પોસ્ટ પેવેલિયન સાથે સક્રિય રીતે ભાગ લીધો

Posted On: 09 JAN 2024 6:36PM by PIB Ahmedabad

પોસ્ટ વિભાગે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો2024 (VGGTS-2024)માં સક્રિય રીતે ભાગ લીધો છે અને ઈન્ડિયા પોસ્ટ પેવેલિયનની હોલ નંબર બારમાં સ્થાપના કરી છે. ઉપરાંત,હોલ નંબર પાંચમાં એક કામચલાઉ પોસ્ટ ઓફિસની પણ સ્થાપના કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસનો પ્રાથમિક ઉદ્દેશ્ય મુલાકાતીઓને પોસ્ટલ સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરવાનો છે.

વધુમાં, ટપાલ વિભાગ વ્યવસાયો માટે તૈયાર કરેલ માય સ્ટેમ્પનું કસ્ટમાઇઝ્ડ વર્ઝન ઓફર કરે છે. કંપનીઓ પાસે શીટ પર હાલની સ્ટેમ્પ ડિઝાઇનની સાથે તેમના લોગો, માસ્કોટ અથવા અન્ય કોઈપણ બ્રાન્ડિંગ ઘટકને સામેલ કરવાની તક હોય છે. અનન્ય સેવા વ્યવસાયોને પોતાને પ્રમોટ કરવા અને તેમના મેઇલિંગમાં વ્યક્તિગત સ્પર્શ ઉમેરવાની વિશિષ્ટ રીત પ્રદાન કરે છે.

આજે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં કસ્ટમાઇઝ્ડ કોર્પોરેટ માય સ્ટેમ્પ જારી કરવામાં આવી. વાઇબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન કાર્યક્રમમાં શ્રી ગણેશ સાવલેશ્વરકર, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, સુશ્રી સુચિતા જોષી, પોસ્ટ માસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત પ્રદેશ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઈન્ડિયા પોસ્ટ પેવેલિયનમાં, મુલાકાતીઓને સ્થળ પર MYSTAMP, પાર્સલનું બુકિંગ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવા, પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ એકાઉન્ટ્સ, IPPB એકાઉન્ટ્સ (ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક), AEPS (આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ), ફીલાટેલી એકાઉન્ટ્સ, આધાર નોંધણી અને અપડેશન જેવી સુવિધાઓ મેળવવાની તક મળશે. ઉપરાંત, તેઓ  ડાક ઘર નિર્યાત કેન્દ્ર,પાર્સલ પેકેજિંગ સેવા જેવી વિભાગની વિવિધ  સેવાઓની માહિતી મેળવી શકશે.

YP/GP/JD



(Release ID: 1994619) Visitor Counter : 79


Read this release in: English