રેલવે મંત્રાલય

સુરત રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ રોડના વિકાસ કાર્યોને રેલવે વિભાગની મંજૂરી


496.98 કરોડના ખર્ચે એલિવેટેડ રોડ બનશે

Posted On: 07 JAN 2024 8:01PM by PIB Ahmedabad

સુરત ખાતે મલ્ટી મોડેલ ટ્રાન્પોર્ટેશન હબ રેલવે સ્ટેશન સાકાર થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતના નાગરિકોને વિશ્વકક્ષાની સવલતો આપવાની દિશામાં અનેક કામો થઈ રહ્યા છે. તેમજ એ કામોને સમયસર પૂરા કરવાનો પણ આગ્રહ રાખવામાં આવે છે. સુરત ખાતે રેલવે સ્ટેશનને વિશ્વકક્ષાનું બનાવવા માટે અનેક મંજૂરીઓ અને અનેક કામો એકસાથે હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ આ પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે કામની ગતિ વધારવા માટે સતત પ્રયાસરત છે ત્યારે રેલવે મંત્રાલય દ્વારા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ ખાતે રૂ. 496.98 કરોડના ખર્ચે રેલવે મંત્રાલયના 63 ટકા ફંડિંગ સાથે આ રોડને મંજૂરી આપવામાં આવી છે.

આ રોડની વિશેષતા એ છે કે એની કુલ લંબાઈ 5479 મીટરની રહેશે, આ રોડ બનવાથી મુસાફરોનો સમય બચવાની સાથે ઈંધણની અને સમયની પણ બચત થશે. તેમજ વરાછા રોડ, લંબે હનુમાન રોડ અને રિંગરોડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે. આ સાથે જે કમર્શિયલ હબ બનનાર છે ત્યાં સુધી લોકો સીધા પહોંચી શકશે. મુસાફરો માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થશે. આ કોરિડોર બનવાને કારણે સુરત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં અવરજવર ખૂબ સરળ થશે.

YP/JD



(Release ID: 1994006) Visitor Counter : 122