ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

ભારતીય માનક બ્યુરો અમદાવાદ (BIS) દ્વારા 77મા સ્થાપના દિવસની ઉજવણી

Posted On: 06 JAN 2024 6:43PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે. BIS 1947માં તેની શરૂઆતથી જ ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે જ્યારે તે તેની અનુરૂપતા મૂલ્યાંકન, પ્રયોગશાળા સેવાઓ, હોલમાર્કિંગ અન્ય યોજનાઓ દ્વારા ભારતીય માનક સંસ્થા (ISI) તરીકે જાણીતું હતું. ISI ચિહ્ન ભારતના લગભગ દરેક ઘર માટે 'ગુણવત્તા' શબ્દનો સમાનાર્થી બની ગયો છે. હોલમાર્કિંગ યોજનાએ ગ્રાહકને સોના માટે ઉચ્ચતમ સ્તરની ખાતરી આપી છે. BIS એ તાજેતરમાં યુવા બ્રાન્ડ એમ્બેસેડરના વાઇબ્રન્ટ જૂથ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સમાવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ બનાવીને ગુણવત્તાયુક્ત ચેતના બનાવવાની ઉમદા પહેલ કરી છે. આ ક્લબ્સ હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણના ક્ષેત્રમાં શીખવાની તકો મળે છે. BISએ ભારતમાં આજ સુધીમાં 8960થી વધુ સ્ટાન્ડર્ડ ક્લબ બનાવ્યા છે.

BIS 1971થી તેની અમદાવાદ ખાતેની શાખા દ્વારા ગુજરાત રાજ્યમાં સેવા આપે છે. આ વર્ષો દરમિયાન, સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્પાદન એકમોએ BIS પાસેથી 5000 થી વધુ લાઇસન્સ પ્રાપ્ત કર્યા છે. એ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઉદ્યોગો સમગ્ર દેશમાં ફેલાયેલા BIS લાયસન્સની કુલ સંખ્યાના 13%થી વધુ ધરાવે છે તેમજ BIS દ્વારા દર વર્ષે આપવામાં આવતા ઓલ ઈન્ડિયા ફર્સ્ટ લાયસન્સમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે જે ગુણવત્તા અને નવીનતા પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

રાષ્ટ્રની સેવામાં સફળતાપૂર્વક 76 વર્ષ પૂર્ણ કરવા પર BIS સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, BIS અમદાવાદે જાન્યુઆરીમાં ગુજરાત રાજ્યમાં અન્ય હિતધારકો સાથે સંકલન કરીને શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ ઉજવણી 06 જાન્યુઆરી 2024 (BISનો સ્થાપના દિવસ)ના રોજ એક ભવ્ય પ્રસંગમાં પરિણમી હતી, જેનું આયોજન વેલકમ હોટેલ ITC, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ઇવેન્ટની શરૂઆત માનક ગીત (બીઆઈએસનું થીમ સોંગ) અને શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ દ્વારા શાળા, એનજીઓ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ નિદેશક અને પ્રમુખ દ્વારા સ્વાગત સમ્બોધન આપવામાં આવ્યું હતું. તેમણે પાછલા 76 વર્ષોમાં BISની નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. અને તમામ મહત્વપૂર્ણ હિતધારકોને તેમના સમર્પણ અને સખત મહેનત માટે આભાર માન્યો. તેમણે આગામી વર્ષો માટે BISના વિઝન અને લક્ષ્યોની રૂપરેખા પણ આપી અને સહભાગીઓને શ્રેષ્ઠતા, નવીનતા અને ગુણવત્તા માટે પ્રયત્ન કરવા વિનંતી કરી. કાર્યક્રમ દરમિયાન, વિવિધ શાળાઓમાં BIS સ્ટાન્ડર્ડ ક્લબમાં યોજાયેલી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુણવત્તામાં અગ્રેસર રહેતા અને અમદાવાદ શાખા કાર્યાલયના ઓલ ઈન્ડિયા ફર્સ્ટ લાયસન્સ ધરાવતા ઉદ્યોગોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

અતિથિ વક્તા શ્રીમતી અનિંદિતા મહેતા, ચીફ જનરલ મેનેજર અને લેબ નિદેશક, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC) એ આજના વિશ્વમાં ગ્રાહક ઉત્પાદ સલામતીના મહત્વ પર ટેક્નિકલ લેક્ચર આપ્યું હતું.

મુખ્ય અતિથિ શ્રીમતી પ્રતિભાબેન જૈન, મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્રસંગને બિરદાવ્યો હતો અને BIS દ્વારા સ્ટાન્ડર્ડ્સ ક્લબ દ્વારા રાષ્ટ્રના યુવા મગજને સંવેદના અને શિક્ષિત કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને BIS ઘણા વર્ષો સુધી આજ સમાન જોમ અને ઉર્જા સાથે કામ કરવાનું ચાલુ રાખે તેવી શુભેચ્છા પાઠવી હતી.

કન્ઝ્યુમર કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સીઈઓ શ્રીમતી પ્રીતિ પંડયાએ BISને 77મા સ્થાપના દિવસના અવસર પર અભિનંદન પાઠવ્યા હતા. તેણીએ હોલમાર્કિંગની રૂપરેખા અને સામાન્ય ગ્રાહકોને તેના ફાયદા સમજાવ્યા હતા.

અતિથિ વક્તા શ્રી. પી.પી દિવાસલી, પ્રમુખ CIPET, અમદાવાદએ આજના વિશ્વમાં ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષણના મહત્વ અને ગ્રાહક સુરક્ષા માટે ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં BIS દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

શ્રી અમિત કુમાર, વૈજ્ઞાનીક-'ડી' અને સયુંક્ત નિદેશક એ ભારતીય માનક IS 2347:2023 કે જે ઘરેલું પ્રેશર કૂકર માટે છે તેના પર મનક મંથનનું આયોજન કર્યું.

શ્રી સાઈ કૌશિક કાલ્લે, વૈજ્ઞાનીક-'સી' અને ઉપ-નીદેશક એ 6 જાન્યુઆરી 1947ના રોજ BISની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીના BIS ના મુખ્ય સીમાચિહ્નો પ્રેક્ષકોને જણાવ્યા.

શ્રી અક્ષય કૈલાસ કુટે, વૈજ્ઞાનીક 'બી' અને સહાયક નિદેશક દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું. આ કાર્યક્રમ દરેક માટે એક યાદગાર અને આનંદપ્રદ અનુભવ હતો, અને BISના ભવ્ય વારસાને યોગ્ય અંજલિ હતી.

YP/JD(Release ID: 1993824) Visitor Counter : 137