માહિતી અને પ્રસારણ મંત્રાલય
વસો તાલુકાના બામરોલી ગામ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના ચાલક સાથે સંવાદ સાધ્યો
ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
Posted On:
02 JAN 2024 5:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડવા જિલ્લામાં પરિભ્રમણ કરી રહી છે. વંચિત લાભાર્થીઓને આવરી લઇ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ભ્રમણ કરી રહી છે, ત્યારે આજરોજ ખેડા જિલ્લાના વસો તાલુકાના બામરોલી ગામે માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના વિવિધ જિલ્લામાં રથ ચાલકો જોડે ઓનલાઈન માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. વસો તાલુકાના બામરોલી ગામ ખાતે સંકલ્પ યાત્રાનો રથ લઈ પહોંચેલા રથ ચાલક શ્રી સરદારસિંહ જોડે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ સાધ્યો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રીએ રથ ચાલકને આ યાત્રા દરમિયાન થયેલા અનુભવો વિશે ચર્ચા કરી હતી. શ્રી સરદારસિંહે મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશના રહેવાસી છે. ગુજરાતમાં ૩૦ નવેમ્બરથી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લઈને ફરે છે. ગુજરાતના લોકો થકી મળેલ પ્રેમ અંગે જણાવતા સરદારસિંહે મુખ્યમંત્રીશ્રીને કહ્યું કે તેઓ જે પણ ગામમાં જાય ત્યાં તેેમના રહેવા અને જમવા વિશે ગામના લોકો ચિંતા કરે છે. ઘરની યાદ ન આવે તેવું ધ્યાન અહીં ના લોકો રાખે છે. મોદીની ગેરેંટીની વાત કરતાં શ્રી સરદારસિંહે જણાવ્યું કે મોદીની ગેરેંટીના આ રથ થકી આજ દિન સુધી જેટલા લોકોને લાભ મળ્યો છે તે બઘાની ખુશીનો હું સાક્ષી બન્યો છું અને આ જનસેવાના કામની તક આપવા બદલ હું સરકારનો આભારી રહીશ તેમ તેઓએ જણાવ્યું હતું.
આ પ્રસંગે માતરના ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને જણાવ્યું હતું કે, જાણકારીના અભાવે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચતો ન હોય તો તેમના સુધી જઈને યોજનાનો લાભ અપાવવા માટે આ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" યોજવામાં આવી રહી છે. સરકારી યોજનાના લાભ લેવા કોઈએે પણ બીજાના આધારે રહેવું ન પડે અને તમામ નાગરિકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે સરકાર કટીબદ્ધ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હોવાથી તેઓ નાગરિકોને પડતી તકલીફો જાણે છે. તેથી જ ગામના કોઈ પણ નાગરિકને કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવામાં લકલીફ ન પડે તે માટે તેઓએે આ સંકલ્પ યાત્રા આપના દ્વારે આજે મોકલી છે. આજે આ મોદીની ગેરેન્ટી વાળો રથ ગામના સૌ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે આવ્યો છે. તેથી સૌ ગ્રામવાસીઓએ આ રથમાં ૧૭ જેટલી યોજનાઓનો લાભ લે તેવી ધારાસભ્યશ્રી કલ્પેશભાઈ પરમારે વિનંતી કરી હતી.
કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીનો મહત્વ દર્શાવતું નાટક ધરતી કહે પુકાર કે નાટક ગ્રામવાસીઓ સમક્નષ રજૂ કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ સરકારી યોજનાઓના પોતાને મળેલ લાભોના અનુભવો જણાવ્યા અને લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા હતા.
YP/GP/JD
(Release ID: 1992449)
Visitor Counter : 157