સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Posted On: 01 JAN 2024 11:00AM by PIB Ahmedabad

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર, ‘સ્પીડ પોલ્ટ ભવન’ શાહીબાગ, અમદાવાદ-380004ની કચેરી ખાતે તારીખ 12-01-2024 (શુક્રવાર)ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રીમતી એમ. એ. પટેલ, સહાયક નિદેશક ડાક સેવા (એચ. એન્ડ આઈ.) કમ્પ્લેઈન્ટ સેક્શન, પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004ને તારીખ 04-01-2024 (સોમવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિં.

ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિં. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1992026) Visitor Counter : 134