માહિતી અને પ્રસારણ મંત્રાલય

લાલપુર તાલુકામાં ટેભડા અને ગોદાવરી મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું

Posted On: 29 DEC 2023 3:10PM by PIB Ahmedabad

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓના લાભો દરેક નાગરિક સુધી પહોંચાડવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે રાજ્યભરમાં ઠેર-ઠેર ''વિકસિત ભારત સંકલ્પ યાત્રા''નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા અને ગોદાવરી મુકામે ગ્રામજનો દ્વારા સંકલ્પ રથ અને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી પુરી પાડી હતી. આ ઉપરાંત, લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી જુબાની" થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ઉપસ્થિત ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી.

કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. તેમજ બાળકો દ્વારા ‘ધરતી કરે પુકાર પ્રાકૃતિક કૃષિ નાટક’ રજુ કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



(Release ID: 1991490) Visitor Counter : 84