માહિતી અને પ્રસારણ મંત્રાલય
વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારશ્રીનો સરાહનીય અને પરિણામલક્ષી પ્રયાસ છેઃ નવરંગ ગુર્જર (સંકલ્પ રથના ઓપરેટર)
ફતેપુર ગામનાશ્રી સુમનભાઈ બારિયાના પિતાશ્રીનું આયુષ્યમાન કાર્ડ થકી નિ:શુલ્ક પણે ઓપરેશન કરાયું
Posted On:
19 DEC 2023 8:48PM by PIB Ahmedabad
આગામી વર્ષ 2047 સુધી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લઈને પાત્રતા ધરાવતા છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે પ્રધાનમંત્રીશ્રીએ મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબ પરિવારોના સમૃધ્ધિને સુનિશ્ચિત કરવા માટેના ચાર મહત્વના આધારસ્તંભ ગણાવ્યા છે.
આ મહત્વના ચાર આધારસ્તંભને મજબુત કરવા માટે સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લાના ગામોમાં પણ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓને યોજનાકીય લાભ હેઠળ આવરી રહી છે. ત્યારે ગરૂડેશ્વર તાલુકાના જેતપોર પહોંચેલી સંકલ્પ રથના ઓપરેટર શ્રી નવરંગ ગુર્જર વિકસિત યાત્રાને એક શાનદાર પહેલ ગણાવતા જણાવે છે કે, હું મધ્યપ્રદેશના શિહોર જિલ્લાનો વતની છું અને નર્મદા જિલ્લાના ગામોમાં ભ્રમણ કરી રહેલી સંકલ્પ યાત્રા સાથે હું સંકળાયેલો છે. શ્રી ગુર્જર જણાવે છે કે, આ સંકલ્પ યાત્રા જે ગામોમાં પ્રસ્થાન કરી રહી છે ત્યાંના ગ્રામજનો દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિકસિત સંકલ્પ રથ યાત્રા ઠેર ઠેર ભ્રમણ કરીને છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડી રહી છે. જે અંતર્ગત 'મેરી કહાની મેરી જુબાની' હેઠળ તિલકવાડાના ફતેપુર ગામનાશ્રી સુમનભાઈ બારિયાએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા મારા પિતાને કેન્સર હતું. જેનું ઓપરેશન બરોડા ખાનગી હોસ્પિટલમાં નિ: શુલ્ક પણે કરવામાં આવ્યું હતું. અને આવવા જવા માટેનો ખર્ચો પણ મળ્યો હતો. આ કાર્ડ મારા પરિવારને આશીર્વાદ સમાન બન્યું છે. જે બદલ હું રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માનુ છું.
વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા તિલકવાડા તાલુકાના ફતેપુર ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર આવકાર કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સહિત ગ્રામજનોએ ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરવાના શપથ લીધા હતાં. ઉપરાંત સરકારશ્રીની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ અંગે શોર્ટ ફિલ્મ નીહાળી હતી.
YP/JD
(Release ID: 1988457)
Visitor Counter : 1100