માહિતી અને પ્રસારણ મંત્રાલય
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કપડવંજ તાલુકાના નીરમાંલી ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું
વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા
Posted On:
19 DEC 2023 5:23PM by PIB Ahmedabad
રાજ્યભરમાં ચાલી રહેલ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અંતર્ગત ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નીરમાંલી ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને આવકાર્યો હતો. આ પ્રસંગે નીરમાંલીના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. તેમજ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવા સૌ ગ્રામવાસીઓએ શપથ લીધા હતા.
આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત ગ્રામજનોને વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની 100% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, જન સુરક્ષા અભિયાન, ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું 'ધરતી કહે પુકાર કે' અને 'વસુધૈવ કુટુમ્બકમ' નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરવા ડ્રોન ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ, તેમજ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને નીરમાંલી ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
YP/JD
(Release ID: 1988280)
Visitor Counter : 136