માહિતી અને પ્રસારણ મંત્રાલય
છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં જેતપોર પહોંચી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'
વિકસિત ભારતના નિર્માણમાં જેતપોરના ગ્રામજનોની ભાગીદારી અતિમહત્વપૂર્ણ - સાંસદ શ્રી ગીતાબેન રાઠવા
નર્મદાના કુમસગામ ગ્રામ પંચાયત ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયુ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગરૂડેશ્વર તાલુકાના મોટાઆંબા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
Posted On:
17 DEC 2023 6:54PM by PIB Ahmedabad
છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં ગરુડેશ્વર તાલુકાના જેતપોર (વઘરાલી)ના વણઝી મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગામની દીકરીઓએ સંકલ્પ રથના હરખભેર વધામણાં કર્યા હતા.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી રાઠવાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબોના સર્વાંગી વિકાસને વિકસિત ભારતના ચાર આધારસ્તંભ ગણાવ્યા છે. ત્યારે સ્થાનિક ગ્રામજનો પણ સરકારી યોજનાનો લાભ લઈને વિકસિત, સશક્ત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા પોતાની જવાબદારી અદા કરે તે ઇચ્છનીય છે. વધુમાં સાંસદ શ્રી ગીતાબેન રાઠવાએ મહિલા સશક્તિકરણ અને સરકારની વિવિધ બહુમૂલ્ય યોજનાઓનું મહત્વ સમજાવી લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ વેળાએ નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખે પણ સરકારની બહુમૂલ્ય યોજનાઓ વિશે ગ્રામજનોને વિસ્તૃત જાણકારી આપી હતી. સરકારની કલ્યાણકારી યોજનાઓથી આદિવાસી સમુદાયના જીવનધોરણમાં સકારાત્મક બદલાવ લાવવા માટે વહિવટી તંત્ર, જિલ્લાના જનપ્રતિનિધિશ્રીઓની કામગીરીની પ્રસંશા કરી હતી.
ગરૂડેશ્વર તાલુકાના મોટાઆંબા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામલોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સૌએ સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મ નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લાના અગ્રણીશ્રી વિક્રમભાઈ તડવીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત સૌને આગ્રહ કરી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સહભાગી થવા નાગરિકોને અપીલ કરી હતી.
નર્મદા જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ - રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહી છે. જે અંતર્ગત નાંદોદના કુમસગામ ગ્રામ પંચાયત ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા' કાર્યક્રમ યોજાયો હતો.
YP/JD
(Release ID: 1987497)
Visitor Counter : 133