માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રશાસિત પ્રદેશ (દાદરા અને. નગર હવેલી, દમણ અને દીવ) પોલીસ ટ્રેનિંગ સ્કૂલ, દાદરા અને નગર હવેલી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર, બી. પી. આર. એન્ડ. ડી., નવી દિલ્હીના સહયોગથી મહિલા સુરક્ષા પર વિશેષ તાલીમ હાથ ધરવામાં આવી હતી

Posted On: 17 DEC 2023 4:10PM by PIB Ahmedabad

કેન્દ્રશાસિત પ્રદેશ (દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ) પોલીસ ટ્રેનિંગ સ્કૂલ, દાદરા અને નગર હવેલી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી,ગાંધીનગર દ્વારા અને બી.પી.આર એન્ડ ડી, નવી દિલ્હીના સહયોગથી મહિલા સુરક્ષા પર વિશેષ તાલીમ હાથ ધરવામાં આવી હતી. આ તાલીમની અંદર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ના ફેકલ્ટી ડો. આનંદકુમાર ત્રિપાઠી, ડો.ડિમ્પલબેન રાવલ, ડો. દિપાલી જૈન અને શ્રી અપૂર્વ માથુર દ્વારા અલગ અલગ વિષય જેવા કે નવીનતમ કોર્ટ માર્ગદર્શિકા અને ચુકાદાઓ, સામાજિક પજવણી, મીડિયા કાનૂની જોગવાઈઓ, આઈટી એક્ટ અને આઈપીસી ટુ ડીલ, કાર્ય સ્થળ પર જાતીય સતામણીબાળ લગ્ન અને સાથે માનવ તસ્કરી સંબંધિત કાનૂની જોગવાઈઓ, આત્મહત્યા, ઘરેલું હિંસા, દહેજ મૃત્યુ, બળાત્કાર અને પોક્સો કેસમાં ફોરેન્સિક્સ સાયન્સનો ઉપયોગ અને ગુનાઓની તપાસ,  FIR, ચાર્જશિટ જેવા વિષય ઉપર પોલીસને તાલીમ આપી હતી.

તાલીમની પુર્ણાહુતિમાં શ્રી . કે. લાલ, IPS, પ્રિન્સિપાલ, પોલીસ તાલીમ સ્કૂલ, દાદરા નગર હવેલી, ડો. ધર્મેશકુમાર પ્રજાપતિ, ડેપ્યુટી રજીસ્ટર(ઈન્ચાર્જ), રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હાજર રહ્યા હતા અને તાલીમ લેનાર પોલીસ સ્ટાફને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

ડો. પ્રજાપતિ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી  કેન્દ્ર શાસિત પ્રદેશ પોલીસ સાથે મળીને થયેલ એમ યુ ના ભાગરૂપે પ્રથમ કેપેસિટી બિલ્ડિંગ ટ્રેનીંગ નું આયોજન કરેલ હતું. હવે પછી પણ અન્ય તાલીમનું પણ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પોલીસ તાલીમ સ્કુલ સાથે મળી આયોજન કરશે.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. બિમલ એન. પટેલ અને યુનિવર્સિટી ડીન શ્રી સુશીલ ગોસ્વામીએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરેલ પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. આ તાલીમનું આયોજન શ્રી એસ. એન. રોહિત, ડી. આય. એસ. પી. અને શ્રી સોહેલ જીવાની, ઇન્સ્પેક્ટર દ્ધારા કરવા માં આવ્યું હતું.

YP/GP/JD



(Release ID: 1987439) Visitor Counter : 75