માહિતી અને પ્રસારણ મંત્રાલય
નડિયાદના અધ્યક્ષસ્થાને, ખેડા જિલ્લાના નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે લોકોને અનુરોધ કરતા ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ
Posted On:
15 DEC 2023 2:42PM by PIB Ahmedabad
વિકસિત ભારત સંકલ્પ યાત્રા નડિયાદ તાલુકા લેવલે ફર્યા બાદ, નડિયાદ નગરપાલિકા કક્ષાએ આવી પહોંચી હતી, નડિયાદ શહેરના મિશન રોડ, રામસરોવર પશ્ચિમ વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ધારાસભ્યશ્રી પંકજ દેસાઈની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાની સ્કૂલની વિદ્યાર્થિનીઓએ તિલક કરી ધારાસભ્યશ્રીનો ઉષ્માભેર સ્વાગત કર્યો હતો. તેમજ કાર્યક્રમ દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓએ પોતાને પ્રાપ્ત ભારત સરકાર તથા ગુજરાત સરકારની યોજનાઓ ટૂંક જ ગાળામાં મળતા તેમને તેમના અનુભવો જણાવ્યા હતા. જેમાં ખાસ કરીનેમાં અમૃતમ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સોઇલ કાર્ડ યોજના, ગર્ભવતી બહેનો માટેની યોજનાના લાભાર્થીઓએ મળેલ લાભ અંતર્ગત મેરી કહાની મેરી જુબાની રજૂ કર્યા હતા તેમજ વિકસિત ભારત યાત્રા આવેલ ગાડીમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિકસિત ભારત અંતર્ગત સંદેશો સાંભળ્યો હતો.
દીપ પ્રાગટ્ય કરતા ધારાસભ્ય શ્રી પંકજ દેસાઈએ જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી નગરપાલિકા વિસ્તારમાં આવી પહોંચી છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા આ રથ તમારી સમક્ષ આવી પહોંચ્યો છે. 15મી નવેમ્બરે વીર બિરસા મુંડાની જન્મજયંતીથી પ્રધાનમંત્રી એ આ યાત્રાની શુભ શરૂઆત કરી હતી જયારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી માતાના મંદિરેથી આ કલ્યાણકારી રથને લીલી ઝડી આપી હતી. આજે ગામડાના લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 17 જેટલી સરકારી યોજનાઓનો લાભ લીધો છે. આજે આ યાત્રા શહેરી વિસ્તારોમાં આવી છે. તેથી તમામ નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને વિનંતી કરું છું કે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો તમામ નાગરિકો લાભ લે અને પોતાના પાડોશીઓ અને નજીકના મિત્રોને પણ સરકારી યોજનાની માહિતી આપી તેનો લાભ લેવા પ્રેરિત કરે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી પંકજ દેસાઈએ આઈ સી ડી એસ, જલ સે નર, જિલ્લા ખેતીવાડી, આરોગ્ય , ઉજ્જવલા યોજનાના સ્ટોલની મુલાકાત લીઘી અને આરોગ્યની ટીમને નગરજનોના આરોગ્યની તેમ મધુપ્રમેહ (ડાયાબિટીઝ) જેવા રોગોની માહિતી આપવા વિનંતી કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો તેમજ લાભાર્થીઓ અને આમ પ્રજાએ શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં અગ્રણી જહાનવી વ્યાસ, નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ, કલ્પેશભાઈ રાવલ, શ્રી પરિનભાઈ બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારીશ્રી કે.એસ.સુવેરા, નગરપાલિકાના મુખ્ય અધિકારી, મુખ્ય એન્જિનિયર તેમજ નડિયાદ નગરપાલિકાના પશ્ચિમ વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
YP/JD
(Release ID: 1986633)
Visitor Counter : 123