માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું દમણના શહેરી વિસ્તારમાં ભવ્ય સ્વાગત


દમણમાં ત્રણ દિવસ સુધી કેમ્પનું આયોજન

Posted On: 14 DEC 2023 6:10PM by PIB Ahmedabad

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ગ્રામીણ વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંપન્ન થઈ અને શહેરી વિસ્તારમાં શુભારંભ થયો છે.દમણમાં ત્રણ દિવસ સુધી આ રથ અનેક વિસ્તારમાં ભ્રમણ કરશે અને લોકો ને પ્રધાનમંત્રી ની યોજનાઓ વિશે જાગરૂક કરશે. નાની દમણ બસ સ્ટેન્ડ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા,સીઓ સંજામ સિંહ,પાલિકા ઉપપ્રમુખ રશ્મિ હળપતિ સહિત અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યું. નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા દ્વારા વિકાસ કાર્ય અને પ્રધાનમંત્રીની યોજનાઓની માહિતી આપવામાં હતી.

કાર્યક્રમમાં બાલભવનના બાળકો દ્વારા ધરતી કરે પુકારનું નાટક રજુ કરવામાં આવ્યું.શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યું. વિકસિત ભારત બનવા માટે શપથ લેવામાં આવી હતી.દમણ ના વોર્ડ 7ના કાઉન્સલર અસ્પી દમણિયા અને વોર્ડ 6ના કાઉન્સલર ચંદોક જસવિન્દર ને હર ઘર નલ યોજના અને ઓડીએફ પલ્સ બદલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થી તારાબેન હળપતિએ પીએમ સ્વનિધિના લાભ, પાર્વતી હળપતિ પીએમ આવાસ યોજના વિશે જણાવ્યું હતું.

ચિત્ર અને ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યું.કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક યોજનાઓના સ્ટોલ રાખવામાં આવ્યા જેમાં યોજનાઓના લાભ અને માહિતી આપવામાં આવી હતી. દમણના સીટી વિસ્તાર ધાકલીની વાડી, કુંભારવોર્ડ, તીન બત્તી, એકતા ઉદ્યાન, માછીવોડ ની અનેક શેરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ દ્વારા નુકકડ નાટકથી માહિતી અને લોકોમાં પીએમની યોજનાઓ વિશે જાગરૂકતા લાવવામાં આવી હતી.

YP/GP/JD


(Release ID: 1986380) Visitor Counter : 132