માહિતી અને પ્રસારણ મંત્રાલય

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ગોપાલપુરાના આંગણે પહોંચી

ગ્રામજનોમાં ઉત્સાહ : સરકારની પ્રત્યેક યોજનાનો લાભ લેવા સંકલ્પબધ્ધ થયા

Posted On: 14 DEC 2023 10:35AM by PIB Ahmedabad

વિકસિત રાષ્ટ્રના નિર્માણનું પ્રથમ પગથિયું ગ્રામીણ વિકાસ છે. પ્રધાનમંત્રીશ્રીએ ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરવા માટેના ચાર આધારસ્તંભ તરીકે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબ-મધ્યમવર્ગીય કુટુંબના વિકાસને ગણાવ્યું છે. આ ચાર આધારસ્તંભના સર્વાંગી વિકાસના ઉમદા આશય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ જોવા મળ્યો હતો.

નાયબ વન સંરક્ષક શ્રી નીરજકુમારના અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારશ્રીની અનેકવિધ બહુમૂલ્ય યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટિ ફિલ્મ સંકલ્પ રથના માધ્યમથી નિહાળી હતી. ઉપરાંત, ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહભાગીદારી અદા કરવાના સામુહિક શપથ લીધા હતા.

ગોપાલપુરાના સ્થાનિક લાભાર્થીઓએ 'મેરી કહાની, મેરી જુબાની' થીમ હેઠળ પોતાના જીવનમાં યોજનાકીય લાભથી આવેલા પરિવર્તન અંગે પોતાની સફળ વાર્તા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. વધુમાં બાળકોએ નુક્કડ નાટકન મદદથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીને અપનાવવાનો પ્રેરક સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ આરોગ્ય અને આંગણવાડી કેમ્પનો લાભ લીધો હતો.

કાર્યક્રમ વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ભૂમિકાબેન રાઉલ, સરપંચશ્રી, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1986095) Visitor Counter : 73